________________
પત્રાંક-૬૮૭.
૪૫ પદાર્થ, પરમ ઉત્કૃષ્ટ પદાર્થ પરમોત્કૃષ્ટપણે ઉપાદેય છે એવી જે ઉપાદેયતા, સર્વોત્કૃષ્ટપણે સર્વસ્વપણે જેની ઉપાદેયતા, સર્વસ્વપણે ઉપાદેયતા (વર્તે છે). જેમ કોઈ માણસ ઉપરથી પડે, કોઈ અગાસીથી, કોઈ ઝાડ ઉપરથી, કોઈ બહુ ઊંચેથી અને એમાં વચ્ચે કાંઈક પકડવાનું આવે તો પોતાની પૂરી શક્તિથી પકડેને? કેમ? ખ્યાલ છે કે નીચે પડીશ તો મરી જઈશ. નીચે પડીશ તો પાણી માગવાનું કોઈ ભાન રહેવાનું નથી. પાણી માગવાની પરિસ્થિતિ નથી રહેવાની. તો જે હાથમાં આવ્યું એ પકડાય ગયું હોય. (એ) કેવી રીતે પકડે ? પૂરી શક્તિથી પકડે છે. (એમ) જેને સર્વસ્વપણે ઉપાદેય છે એમ પોતાનો પદાર્થ ભાસ્યો છે. એવી ઉપાદેયતા વર્તે પણ છે. ભાસ્યો છે એટલે વર્તે પણ છે. અને એ પ્રકાર એની વાણીમાં આવે છે કે સર્વસ્વપણે આ જ ઉપાદેય છે. એ પણ એક લક્ષણ છે. અનેક લક્ષણો માટેનું એ પણ એક લક્ષણ છે.
એ રીતે જ્ઞાનીની વાણીમાં પોતાના સર્વોત્કૃષ્ટ સ્વભાવભાવ ઉપર, સ્વભાવસ્વરૂપ ઉપર ઉપાદેયતાની ભીંસ જે છે એ ભીંસમાંથી નીકળેલી વાણી છે. પ્રબળ કષાય અભાવ રે.... “આનંદઘનજી એ ગાયું. જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ ૨. શ્રી જિનવીરે ભાખીયો પ્રબળ કષાય અભાવ રે...” જે સર્વથા કષાયના અભાવસ્વરૂપ છે એવા અકષાય સ્વભાવની ભીંસમાંથી નીકળેલી વાણી અને રાગના એકત્વમાં પડેલો છે અને રાગ ઉપર આવેલી જે ભીંસ, એને લઈને થયેલું જે એકત્વ, એમાંથી નીકળેલી વાણી, બે વાણીમાં મોટો આંતરો છે. ભલે એકસરખી દેખાતી હોય તોપણ જે ભીંસ સમજી શકે છે એને ખ્યાલ આવે છે.
વસ્તૃત્વકળામાં એવી જોરથી Spirit થી બોલવાની પદ્ધતિ હોય છે ખરી. પણ એ ભીંસ શબ્દો ઉપરની છે, એ ભીંસ દેખ્રતો ઉપરની છે, ભાષા ઉપરની ભીંસ છે કે રાગ ઉપરની ભીંસ છે કે સ્વભાવ ઉપરની ભીંસ છે? આ એક યોગ્યતા સિવાય જુદું પાડવું મુશ્કેલ પડે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષતા વગર એ વાતને જુદી પાડવી કઠણ છે અથવા નથી બની શકતું. એટલે એ પ્રકારે જોનારની સૂક્ષ્મતા આવી છે, જોનારને એ પ્રકારની જે સૂક્ષ્મતા આવી છે તો જ એ જુદું પાડી શકે. નહિતર જુદું ન પાડી
શકે.
બનારસીદાસજી'ના પદ ઉપરની કાલે એક વાત લીધી હતી. અનુભવઉત્સાહદશા. અનુભવનો વિષય આવે, અધ્યાત્મનો વિષય આવે ત્યારે એ પોતાના નિજરસનો વિષય હોવાને લીધે આત્મરસ છે એને એ વખતે વિશેષ