________________
પત્રાંક-૬૭૯
૩૧૫ એ આદિ નાના પ્રકારના ભેદથી...” એ સિવાય પણ. આદિ એટલે વગેરે વગેરે. હજી નીચે એક-બે વાત કરશે. આ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કશાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને આ ઓળખાણ થવા યોગ્ય છે. ચાલુ મુમુક્ષુને, મધ્યમ કોટીના મુમુક્ષુને, જઘન્ય મુમુક્ષુને, સાધારણ મુમુક્ષુને એ ઓળખાણ થવા યોગ્ય નથી. એને અજ્ઞાનીની વાણી પણ જ્ઞાનીની વાણી જ લાગે છે અને એમાં એ ભ્રાંતિએ એ રીતે પામી જાય છે.
મુમુક્ષુ – શું કરવું તો ?
પૂજ્ય ભાઈશ્રી – ઉત્કૃષ્ટ મુમુક્ષુ થવું. ઉત્કૃષ્ટ મુમુક્ષુ ન થાવું અને જ્ઞાનીઅજ્ઞાનીની વાણીનો ભેદ ઓળખાય જવો એ બે વાત તો બનવાની નથી. ચમા આવ્યા હોય અને ચશ્મા પહેરવા નથી. બે વાત કેવી રીતે બને ? એને ઉત્કૃષ્ટતા, પોતાની મુમુક્ષતાની તૈયારી કરવી પડે એવું છે. જો મુમુક્ષુતાની તૈયારી ન કરે તો ગેરરસ્તે દોરવાઈ જાય, ભ્રાંતિમાં આવી જાય અને આખો રસ્તો બીજો થઈ જાય.
“એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કશાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાનીપુરુષને તો સહજસ્વભાવે તેનું ઓળખાણ છે...” જ્ઞાની તો પોતે સહજસ્વભાવ પરિણમનશીલ છે એમનું તો. સહજસ્વભાવે પરિણમી ગયા છે. કેમકે પોતે ભાનસહિત છે. એને તો આત્માનું ભાન વર્તે છે. તો ભાનમાં કોઈ બોલે અને બેભાનપણામાં બોલે એને ખબર કેમ ન પડે ? ભાનવાળાને ખબર પડે. બેભાન હોય એને બેભાનપણાની ખબર ન પડે. ભાનવાળાને તો ભાનવાળાની પણ ખબર પડે અને બેભાનપણાની પણ ખબર પડે
- જ્ઞાનીપુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસહિત છે, અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં” જુઓ ! બીજી વાર આ વાત લીધી. જ્યાં સુધી આત્મભાન ન હોય, આત્મભાન વર્તતું ન હોય ત્યાં સુધી એવો આશય વાણીની અંદર પ્રગટપણે ઉપદેશમાં આવી શકે નહિ. જે આત્માર્થને કેન્દ્રમાં રાખીને જે આશયથી વાણી નીકળે એ આત્માર્થ ન સાધતા હોય એવા જીવોને એ વિષય પોતાના લક્ષમાં અથવા ... હોવાને લીધે એ સંબંધીની વાણી એને એવી રીતે આવી શકતી નથી. આવે જ નહિ કરવી હોય તોપણ થઈ શકે નહિ. એ પરિસ્થિતિ કુદરતી હોય છે. એટલે ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે.” એમ