________________
૧૮૧
પત્રાંક-૬૬૪ જ્ઞાનમાં અને શ્રદ્ધાનમાં તો છે નહિ. તેથી તે અકર્તાપણા ભાવે એ ત્યાગ કર્તવ્ય છે. કરવા યોગ્ય છે. એમ થતું હોય તો એ બીજાને પણ ઉપકારનું કારણ થશે. “એમાં સંદેહ નથી.” અને પોતે પણ એટલા અશુભથી બચશે. - હવે એ જ વિષયમાં વિશેષ સ્પષ્ટીકરણ આપે છે કે, “સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને પરમાર્થસંયમ' કહ્યો છે. શુદ્ધોપયોગ થઈને સ્વરૂપસ્થ દશા ઉત્પન્ન થઈ જાય એ તો પરમાર્થસંયમ છે. કેમકે ઉપયોગ જ જ્યાં બહાર ન ગયો, પરિણામ જ્યાં પરપદાર્થને આશ્રયે ન થયા, અવલંબને ન થયા, પરસમુખ ન થયા એ તો પરમાર્થ સંયમ છે, ઉત્કૃષ્ટ સંયમ છે, વાસ્તવિક સંયમ છે. “તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણને વ્યવહારસંયમ' કહ્યો છે.' એવા પરમાર્થ સંયમના કારણભૂત, એવા ત્યાગ કરવાના જે કાંઈ, ત્યાગ કરવાના નિમિત્તો ગ્રહણ કરવા, ત્યાગના નિમિત્તો ગ્રહણ કરવા એમ લીધું. ભોગોપભોગના નિમિત્તો ગ્રહણ કરવા એમ નહિ, સંયમના નિમિત્તો ગ્રહણ કરવા એટલે કે એ જાતના વ્રતાદિ જે કાંઈ છે તે સંયમના પ્રતિજ્ઞા આદિ ગ્રહણ કરવા તેને વ્યવહારસંયમ કહ્યો છે. કોને વ્યવહાર સંયમ કહ્યો છે? પરમાર્થસંયમને કારણભૂત થાય એવા. આ શરત મૂકી છે. જો પરમાર્થસંયમને એટલે શુદ્ધોપયોગને કારણભૂત ન થાય તો એને વ્યવહારસંયમ એવું નામ આપવામાં આવતું નથી. તેને વ્યવહારસંયમ કહ્યો છે.
કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. એવા સંયમનો અને ત્યાગનો કોઈ જ્ઞાની નિષેધ કરતા નથી. જે વ્યવહારસંયમ દ્વારા, પરમાર્થે સંયમને પ્રાપ્ત કરી શકાય. પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંમત.” તે વ્યવહારને અમે વ્યવહાર તરીકે સંમત કરેલો છે, તીર્થંકરદેવોએ પણ સંમત કરેલો છે. એટલે કોઈ જ્ઞાનીપુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. ક્યાંક ક્યાંક તો નિષેધ આવે છે. તો એની અપેક્ષા બતાવે છે હવે કે કયાં નિષેધ આવે છે.
પરમાર્થની ઉપેક્ષા (લક્ષ વગર)...” શુદ્ધાત્માના લક્ષ વિના. હજી શુદ્ધાત્માનું તો લક્ષ કર્યું નથી. લક્ષમાં પોતાનું સ્વરૂપ તો લીધું નથી. પરમાર્થની ઉપેક્ષા...” અને એની ઉપેક્ષા વર્તે છે. પોતાના શુદ્ધાત્માનું લક્ષ કરવું, એનું જ્ઞાન કરવું, એમાં સ્થિર થવું એવો જે નિશ્ચય મોક્ષમાર્ગ છે એની તો ઉપેક્ષા વર્તે છે. લક્ષ નહિ હોવાથી. પરમાર્થની ઉપેક્ષા લક્ષ વગર) એ જે વ્યવહારસંયમમાં જ પરમાર્થસંયમની માન્યતા રાખે છે અને બાહ્યસંયમ પાળીને ધર્મ કરીએ છીએ એમ માને છે. પરમાર્થસંયમ તો ધર્મ છે. એટલે જે વ્યવહારસંયમમાં જ પરમાર્થસંયમની માન્યતા