________________
૧૬૯
પત્રાંક-૬૬૪. અવસ્થામાં.... આ વિવેક કર્યો છે. જ્ઞાનને કારણે નહિ સરાગીપણાને કારણે. જુઓ ! સૂક્ષ્મતા શું છે ? ભેદને જાણવું એ રાગનું કારણ નથી પણ સરાગી અવસ્થામાં ભેદને જાણવું તે રાગનું કારણ છે, એમ કહે છે. કેમકે જાણતા એટલું અવલંબન લેવાય છે. એ ભેદને જાણતા જ્ઞાનીને પણ ચારિત્રમોહથી અસ્થિરતા આવે છે. એટલા એવા ભેદને જાણતા.
ભેદદૃષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સાગીને વિકલ્પ રહ્યા કરે છે...” સરાગી એટલે છઘ0 લઈ લેવા. “માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ.' જ્ઞાનીને પણ જ્યાં સુધી રાગાદિક સર્વથા મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. આ અમારો ઉપદેશ છે. કેમકે આચાર્ય મહારાજે તો એમ કહી દીધું છે, ટીકાની અંદર એવા શબ્દ વાપર્યા છે કે આત્માને બંધપણું, અશુદ્ધપણું, કર્મબંધના નિમિત્તથી ઉદયમાં જોડાવાથી અશુદ્ધપણું થાય એ તો છે જ નહિ. ત્રિકાળી શુદ્ધ ધ્રુવ આત્માને, દૃષ્ટિના વિષયને. પણ એ શુદ્ધાત્માને, ધ્રુવ આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ વિદ્યમાન નથી. ભેદનો નિષેધ કરવો છે એટલે એને ત્રણ પ્રકાર જ નથી, એવા કોઈ પ્રકાર જ નથી. ખરેખર તો ભાષા ચોખ્ખી એમ આવવી જોઈએ ... જોરમાં ને જોરમાં વાત કરે છે. અને એ જોર અભેદપણું પમાડે છે. અભેદનું જોર અભેદભાવ ઉપજાવે છે.
અભેદના જોરમાં એવી ભાષાનો સંક્ષેપ થવો એ દોષ નથી. નહિતર કોઈ વિદ્વાન એમ કહે કે, સાહેબ ! આપે એમ કહેવું હતું કે દર્શન-જ્ઞાન-ચારિત્ર છે એનો ભેદ વિદ્યમાન નથી એમ કહો. પણ દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી એમ કહેશો તો વેદાંત થઈ જશે. અથવા શૂન્ય મતવાદિ જે છે એનો પ્રસંગ આવશે કે તો પછી આત્મામાં ગુણભેદ નથી એટલે આત્મા તો ગુણો વગરનો શૂન્ય છે. એનામાં કાંઈ છે જ નહિ. તો એ તો જેને વિપરીતતા થવી હોય એનું એ જાણે. અમારે અહીંયાં. કેમકે સાંભળનારને ખબર છે કે આચાર્યો તો દ્રવ્યાનુયોગના પારંગત છે. દ્રવ્યાનુયોગ નથી જાણતા એ શંકા એમના વિષે કરી શકાય એવી જગ્યા નથી, કોઈ અવકાશ નથી. એવા આચાર્યો જ્યારે એમ કહે કે આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ વિદ્યમાન નથી ત્યારે એની અંદર, એવા જોરની અંદર કોઈ પારમાર્થિક રહસ્ય રહેલું છે એમ સમજવું ઘટે છે.
કૃપાળુદેવે એ વાત કાઢી છે કે, “દિગંબર આચાર્યોના આવા તીખા વચનો જોઈને રહસ્ય કાંઈક સમજાય છે. શું સમજાય છે ? રહસ્ય સમજાય છે. ભાવાર્થ