________________
૩૬૬
રાજદ્રય ભાગ-૧૧
સ્વસ્વરૂપસ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે. અને એ સ્વરૂપસ્થિતિમાં આવવા માટેની એમની જાગૃતિ અમને દેખાય છે. સ્વરૂપસ્થિતિમાં સારી રીતે આવી જાય. અત્યંત એટલે સ્થિર થઈ જાય એવી એમની જાગૃતિ અને એમના ચાલતા પરિણમનનો અનુભવ જોવામાં આવે છે.
એથી વિશેષ સ્પષ્ટ અભિપ્રાય હોલ આપવાની ઇચ્છા નથી થતી. આથી વધારે હવે નહિ કહું જે કહું છું એ મર્યાદિત રીતે અત્યારે કહું છું. આથી વધારે કહેવાની મારી ઇચ્છા નથી. એમ કહે છે કે, હજી થોડુંક વિશેષ કહી શકત. પણ કહેવાની ઇચ્છા નથી. શંકા-કુશંકાનું કારણ થાય એટલે કહેવાની ઇચ્છા નથી. પણ એમણે તે તે જીવોમાં ગુણની દૃષ્ટિએ બહુ સારા ગુણ જોયા છે. “કબીરમાં, “સુંદરદાસમાં ગુણની દૃષ્ટિએ ઘણા ગુણ જોયા છે. એમાં પણ સરળતા તો મુખ્ય ગુણ જોયો છે એમણે. વિશેષ જે વાત હોય છે, માર્ગાનુસારીપણાની મુખ્ય જે પરિસ્થિતિ છે એ સરળતાની છે. એટલે એ જીવો માર્ગ પામવામાં બહુ સમીપ છે અને નજીક છે એમ કહી શકાય.
મુમુક્ષુ - હજી કહેવાનું બાકી હશે.
પૂજ્ય ભાઈશ્રી – હા. કહેવાનું થોડું બાકી રાખ્યું છે એ ઇરાદાપૂર્વક બાકી રાખ્યું છે.
મુમુક્ષુ:-- પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે એમના ગુણો સંબંધી કેટલીક વાત એમના ખ્યાલમાં આવી હશે એ એમણે બાકી રાખી છે. એમના ખ્યાલમાં કેટલાક ગુણો એમના આવ્યા છે.
મુમુક્ષુ:- ...
પૂજ્ય ભાઈશ્રી – એ કોઈ બીજા હતા. જે “ધર્મજની અંદર કોઈ કબીરપંથી હતા એ હતા. “ધર્મજમાં એ કબીરપંથી આવ્યા હતા એ હતા. પણ, કબીરપંથીઓમાં એમની વાત ઉપરથી મુખ્ય વાત એ લાગે છે. કબીર' ઉપરથી અને કબીરના સાધુઓ પંથી ઉપરથી એ વાત લાગે છે કે, બહુ વૈરાગી હોય છે અને સરળ હોય છે. વૈરાગ્ય ઘણો હોય છે. એટલે “ખંભાતવાળા ભાઈઓને ત્યાં મોકલ્યા છે. ખંભાતથી ધર્મજ નજીક પડે છે. અત્યારે આ રોડ ઉપર આવે છે. આપણે જે “વડોદરા’નો નવો રસ્તો છે એમાં ધર્મજનો Milestone આવે છે. “વાસદ' પછી આ બાજુ “તારાપુર’ બાજુ આવે ત્યારે રસ્તામાં ધર્મજ આવે છે.