________________
પત્રક-૬૮૨
૪૦૭. તારીખે કુંવરજીભાઈને લખ્યો છે તે જ દિવસે એમણે “અંબાલાલભાઈને લખ્યો છે.
બેય મુમુક્ષુ (શ્રી લલ્લુજી આદિ) પ્રત્યે હાલમાં કંઈ જણાવવાનું બન્યું નથી. હાલ કેટલોક વખત થયા એવી સ્થિતિ વર્તે છે કે કોઈક વખત પત્રાદિ લખવાનું બને છે. અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે. જે કારણવિશેષથી તથારૂપ સ્થિતિ વર્તે છે. આગળ જે ૬૮૧માં વાત કરી. તે કારણવિશેષ પ્રત્યે દૃષ્ટિ કરતાં કેટલોક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાનો સંભવ દેખાય છે. એ વાત હજી પણ ચાલુ રહેશે એમ લાગે છે.
“મમક્ષ જીવની વૃત્તિને....' હવે પાછો બીજા પડખાનો અમને ખ્યાલ છે એ આમાં ચોખવટ કરે છે કે જો અમે પત્રનો ઉત્તર લખીએ તો મુમુક્ષુ જીવની વૃત્તિને પત્રાદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય...” અથવા સાધન થાય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે.” એની મુમુક્ષતા છે તે ઉત્કર્ષ પામે. “અને સદ્વિચારનું બળ વર્ધમાન થાય તો મુમુક્ષુને પણ સદ્વિચારનું બળ વર્ધમાન થાય એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે. એટલે અમે પત્રો લખીએ તો આવો ઉપકાર થાય એ અમે જાણીએ છીએ.
છતાં જે કારણવિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. એટલી સહજતા આવી ગઈ છે કે સહેજે લખાય તો લખવું, સહેજે વિકલ્પ ઊઠે તો ભિન્ન રહીને ભલે પ્રવૃત્તિ થાય, નહિતર કોઈપણ પ્રવૃત્તિ ચાહીને કરવી નહિ. આત્મામાં મસ્ત રહેવું. ભલે પત્ર ન લખાય, ભલે મોડો લખાય, ભલે જવાબ ન દેવાય. આત્મામાં સહેજે સહેજે રહેવાય છે તો ત્યાંથી બહાર નીકળવું નથી. છતાં વિકલ્પ ઊઠીને લખાય જાય તો ભલે, ન લખાય જાય તોપણ ભલે. એટલી સહજતા રાખી લીધી છે. ખ્યાલ બધો છે કે પત્ર લખશું, મુમુક્ષુજીવને આટલા લાભનું કારણ છે. પણ આત્મલાભ પહેલા લેવો કે બીજાને લાભ પહેલા દેવો ? શું કરવું ? આ એમના જીવન ઉપરથી સમજાય એવી વાત છે કે જે સાધક છે એ પ્રથમ પોતાનો આત્મલાભ લે છે. આત્મલાભ લેતા લેતા અવકાશ રહે એટલો બીજાને લાભ દે છે. પણ પોતાનો આત્મલાભ છોડીને કે ચૂકીને બીજાનું ભલું કરવા જાય એવું આ માર્ગમાં બનતું નથી. એવું આ માર્ગમાં બનતું નથી.
મુમુક્ષુ - માર્ગ પોતાને માટે છે.
પૂજ્ય ભાઈશ્રી :- માર્ગ પોતાને માટે છે. અને મુખ્યપણે પોતાના હિતની પ્રવૃત્તિ કરવા જ પોતે નીકળ્યો છે. કેવી રીતે એણે માર્ગ પ્રાપ્ત કર્યો ? ચાલો,