________________
૩૬૪
રાજહૃદય ભાગ-૧૧ સંપ્રદાયમાં જેનના સ્થાનકવાસીના સાધુ તરીકે પ્રસિદ્ધ હતા. સમ્યગ્દર્શન થયું. સંપ્રદાયબુદ્ધિમાં એ વાત સંમત થાય એવું નથી. આ લોકો ના પાડે છે. આપણા વિદ્વાનો જે મૂળ દિગંબરો છે એ ના પાડે છે કે ન થાય. પ્રશ્ન ચાલ્યો હતો.
ગુરુદેવના દેહાંત પછી “બહેનશ્રીની જે સમ્યકુંજયંતી હતી. પ૧ કે પરમી. ત્યાંથી એક-બે વિદ્વાનો આવ્યા હતા. એ કહે, આ તમે સમ્યક જયંતી ઉજવો છો એ ખોટું કરો છો. તો કહે કેમ ? તો કહે પ૧ વર્ષ પાછળ જાવ તો કેટલામી સાલ આવે ? ૧૯૮૯મી સાલ આવે. ગણવાની કાંઈ જરૂર નથી. એ તો પ્રસિદ્ધ જ છે. કે ૧૯૮૯ના ફાગણ વદ ૧૦મે સમ્યગ્દર્શન “વાંકાનેરમાં થયું. ૧૯૮૯માં જો એમને સમ્યગ્દર્શન થયું હોય તો “ગુરુદેવે તો ૧૯૯૧માં પરિવર્તન કર્યું છે. ગુરુદેવની દેશનાનું નિમિત્ત કેવી રીતે બને ? જ્ઞાનદશામાં જ બને ને ? અજ્ઞાનદશામાં કેવી રીતે બને ? વાત તો તમારી ગણતરીની દૃષ્ટિએ સાચી છે પણ તમને આ ગણતરી સમજાય એવું નથી. દિગંબર સંપ્રદાયમાં આ ન ચાલે. શું કહ્યું ? દિગંબર સંપ્રદાયમાં તો જાહેર રીતે પરિવર્તન કરે પછી જ દિગંબર ગણાય. ત્યાં સુધી દિગંબર ન ગણાય. એટલે આને તો ખોટું પાડી શકાય એવું છે. પણ તમે બહેનશ્રીનું સમ્યગ્દર્શન ખોટું પાડવા જતાં “ગુરુદેવને ખોટા પાડવા જાવ છો. ખોટા પાડવાની Try કરી જુઓ. તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આમાં ખોટું પડાય છે. પછી Try નહોતી કરી. એ અમારે થોડી ચર્ચા ચાલી હતી.
મુમુક્ષુ :- “ગૌતમ ગણધર બ્રાહ્મણ જ હતા ને?
પૂજ્ય ભાઈશ્રી :- બ્રાહ્મણ હતા, ઇન્દ્રભૂતિ હતા ત્યાં સુધી તો ગૃહીત મિથ્યાષ્ટિ હતા. જ્યારે ભગવાનના સમવસરણમાં આવે ત્યારે એને પહેલું વહેલું ગૃહીત છૂટ્યું. કે લાગે છે કોઈ આ. ઈશ્વર ભગવાન જેને કહીએ એ તો આવા જ હોય. ભગવાનનું શાંત-સ્વરૂપ જોઈને પરિણામ ફરવા માંડ્યા. ત્યારથી ગ્રહિત છૂટ્યું, પછી સમવસરણમાં અગ્રહિત છૂટ્યું, સમ્યગ્દર્શન પામ્યા, મુનિપણું પામ્યા અને ગણધરપદને પામ્યા. પણ એ બધો ફેરફાર તો બહારમાં કરતા ગયા. એનો ફેરફાર તો એ બહારમાં થતો ગયો. પણ કોઈ ફેરફાર એવા હોય છે. તિર્યંચદશામાં કેવી રીતે દિગંબર સંપ્રદાયને ગ્રહણ કરે? અને દિગંબર સંપ્રદાય તો આ કાળમાં છે. સામે શ્વેતાંબર છે એટલે. નહિતર આ સંપ્રદાયનું નામ દિગંબર સંપ્રદાય મહાવિદેહમાં નથી કાંઈ. ત્યાં તો નિગ્રંથ માર્ગ કહેવાય છે, સનાતન જૈન માર્ગ કહેવાય છે. અને પહેલા આપણે ત્યાં ટ્રસ્ટનું નામ એ હતું. સનાતન જૈન સ્વાધ્યાય,