________________
૩૫૧
પત્રાંક-૬ ૭૯ છે, એમ) કહે. વિદ્વાન છે ને ? શાસ્ત્રી છે. ઈશ્વરનું માનુષીકરણ કરી નાખ્યું. છપ્પન ભોગ એના ઉપર પાનનું બીડું. સારું છે કે બીડા ઉપર સીગરેટ આપતા નથી. એ રીતસર ટીકા કરે, હોં! એ પોતે સંપ્રદાય... પોતાના સંપ્રદાયમાં વિકૃતિ આવી હોય ને ? વિદ્વાનોએ શાસ્ત્રો વાંચ્યા હોય એટલે ખ્યાલ તો આવે કે આ તો બધી વિકૃતિ આવી. શાસ્ત્રોમાં તો આવી વાતો છે જ નહિ. આવું બધું ક્યાંથી ચાલ્યું ? અને પછી એ જાતની ટીકા કરતા હતા. એ તો જાહેરમાં બોલે. એના સંપ્રદાય વિરુદ્ધ જાહેરમાં બોલે. નહિતર પાન બીડાવાળો આખો સંપ્રદાય ચાલે છે. પછી એ પાનબીડાના પ્રસાદ એ બધાને કટકો... કટકો... કટકો આપે. આ ભગવાનની પ્રસાદી છે. આ બીડું ભગવાનને ધરાવેલું છે. ચાલે એ બધું, સંપ્રદાયમાં તો એવું જ ચાલે.
જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે. પણ આત્મદષ્ટિએ જોતા તે સંદેહનો અવકાશ નથી. એ ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે કે એક પડખે આવી રીતે ભૂખ લાગે, આહાર મગાવે અને બીજી બાજુથી આપણે આમ કરીએ, આ જ્ઞાન કઈ જાતનું? એ બધી વાતમાં અમુક શંકા પડે પણ આત્મદષ્ટિએ એટલા આત્માના સામર્થ્યની દૃષ્ટિએ જોવામાં આવે, આત્મામાં કેટલી શક્તિ રહેલી છે, જ્ઞાનશક્તિ અગાધ છે એ દૃષ્ટિએ જો આત્માનો વિચાર કરવામાં આવે તો કેવળજ્ઞાનમાં શંકા પડે એવું નથી. અને એ ત્યાંથી નક્કી (થાય છે). ચક્ષુઇન્દ્રિયથી નક્કી થાય છે કે માણસની ચક્ષુઇન્દ્રિયમાં ચણાની દાળ જેટલો પ્રદેશોનો, વિશુદ્ધિનો ઉઘાડ છે. કેટલું માપે ? સામે મોટો હિમાલય હોય તો માપી લે કે આ તો આટલા હજાર Feet ઊંચો લાગે છે. જોવાની જગ્યા કેટલી છે ? ચણાની દાળ જેટલું પડળ હોય એટલું છે. અને એ તો સેંકડો માઈલ દૂર હોય, હજારો માઈલ દૂર હોય.
મુમુક્ષુ :- સૂર્ય, ચંદ્ર છે જ ને ? બે-ત્રણ લાખ માઈલ?
પૂજ્ય ભાઈશ્રી - હા. લાખો માઈલ, કરોડો માઈલ દૂર હોય. એને પણ માપે. એને પણ જોવે. અને એના સામે માપ કાઢી લે. એના અંતરનું માપ કાઢે, એના ક્ષેત્રનું માપ કાઢે. દેખાય છે આટલામાં. જ્ઞાનની શક્તિ કેટલી? એક માણસ નવું... નવું... નવું... નવું... નવું... જાણ્યા જ કરે છે. જન્મે ત્યારથી મરે ત્યાં સુધીમાં એટલો