________________
પત્રક-૬૮૦
૩૯૫
કલ્યાણના માર્ગને.... યથાર્થ નહીં સમજનારા અને આત્માના પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા.” પ્રયોજનભૂત મુદ્દા બે છે-આત્માનું યથાર્થ સ્વરૂપ જેવું છે એવું અને એને પ્રાપ્ત થવું, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રથી અનુભવવું એ કલ્યાણનો માર્ગ છે. એ બંનેને નહિ સમજનારા એ સિવાય બીજું કરે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને છોડીને જે કાંઈ ધર્મને બહાને. ધર્મને નામે જે કાંઈ કરે છે તે બધા કલ્યાણને સાધવાને બદલે, ધર્મને મુક્તિને સાધવાને બદલે સંસાર પરિભ્રમણને સાધે છે. કેમ ? એમાં સાધનની ભૂલ છે. જે ધર્મનું સાધન નથી, ધર્મરૂપ સાધન નથી, મોક્ષમાર્ગરૂપ નથી એને સાધન માને છે. એ મનુષ્યપર્યાયમાં નવું ગ્રહણ કરેલું ગૃહીતમિથ્યાત્વ છે. એમાંથી આ બધા મતભેદો અને સંપ્રદાયો ઊભા થયેલા છે.
એ બંનેને “નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી....” તીર્થંકરદેવની આજ્ઞા અનુસાર નહિ. જુઓ ! શું કીધું ? જ્ઞાની પુરુષની આજ્ઞા અનુસાર નહિ. પણ પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી,” મોક્ષમાર્ગની કલ્પના કરે છે કે હું ચાલું છું તે મોક્ષમાર્ગ છે અને તે યથાર્થ મોક્ષમાર્ગ છે. એ કાલ્પનિક મોક્ષમાર્ગને સાચો માનીને વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરે છે. વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા જોવામાં આવે છે. કોઈ ઉપવાસ કરે છે, કોઈ દાન દે છે, કોઈ પૂજા-ભક્તિ કરે છે, કોઈ સ્વાધ્યાય કરે છે. શાસ્ત્ર વાંચે છે. એમ જુદી જુદી વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરતા છતાં “મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી...' એ મોક્ષ પામવાના નથી. પણ ઉલટાના એ સાધનની ભૂલને લઈને સંસાર પરિભ્રમણ કરતા અમે જોઈએ છીએ. અને તેથી કારણ વગર, અમારે કોઈ કારણ નથી. કોઈ સગું નથી, કોઈ વહાલું નથી, કોઈ દવલું નથી. કોઈની સાથે કાંઈ લેવાનું કે દેવાનું પ્રયોજન નથી. એવું કોઈ કારણ નથી. બાહ્ય કારણ નથી માટે નિષ્કારણપણે “અમારું હૃદય રડે છે. અને એનું કારણ એકલી પોતાની નિષ્કામ કરુણા છે કે અરે.રે.! જીવો દુઃખી થાય છે. એનું દુઃખ જોઈને દયા આવે છે. કરુણા કહો, દયા કહો. એવું અમારું હૃદય રડે છે.
વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય ?’ વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈને. અથવા જે વીર ભગવાનમાં સમ્યત્વ હતું એવું સમ્યકત્વ આજે હોય અને એ રીતે સમ્યકત્વપૂર્વક સર્વજ્ઞ વીર પરમાત્માને ઓળખવા જોઈએ