________________
૪૫૫
પત્રક-૬૮૭. વ્યવહારની ઉદાસીનતામાંથી પણ ઓળખી શકાય છે. પણ એ બધું આટલું જ્ઞાનીપણું સમજ્યા હોય તો. એનો વ્યવહારનો વિષય, એનું પડખું એને ખ્યાલમાં આવે.
નહિતર તો એવા બીજા કોઈપણ વૈરાગી જીવો હોય શકે છે. મુમુક્ષુઓ પણ વૈરાગી હોય છે. પણ જ્ઞાની તો સંયોગમાં વર્તતા હોય. બીજા ઈચ્છકપુરુષની જેમ લખ્યું છે. બીજા ઇચ્છકપુરુષ જેવી રીતે વર્તતા હોય એવી રીતે દેખાતા હોય તોપણ એ ઉદાસીન છે એનો ખ્યાલ આવ્યા વિના રહેતો નથી. કેમકે રસ ઊડી ગયા છે ને. જે લોકો સાથે કામ કરે છે એને ખબર પડે છે કે આ જ પ્રસંગમાં આપણો રસ કેટલો હતો અને એનો રસ કેટલો હતો, એ સમજાય જાય છે. જે પ્રસંગ બને માટે Common એટલે સામાન્ય હોય. લાભ થાય અને નુકસાન થાય. વેપારમાં તો બેમાંથી એક વાત બને. કાં લાભ થાય કાં નુકસાન થાય. તો એ લાભ-નુકસાનના પ્રસંગોમાં જેને ઉદાસીનપણું વર્તે છે, વિરક્તપણે વર્તે છે, મુક્તપણું અને ભિન્નપણું વર્તે છે એને ઉદાસીનતા આવ્યા વિના રહે નહિ. એ વ્યવહારનયનું પડખું છે. ઉદયના વિભાગમાં જાય છે માટે. એવી ઉદાસીનતા જ્ઞાનીને વર્તે છે, સારી રીતે વર્તે છે. અને એ રીતે પણ એ ઉદાસ રહે છે.
બીજું એક વ્યવહારનું પડખું એ પણ એમનું બહુ સારું છે કે ગુણપ્રમોદ જેને કહેવામાં આવે છે. ગુણદૃષ્ટિ પ્રગટી હોવાથી. સમ્યગ્દષ્ટિ એટલે સ્વભાવદૃષ્ટિ, સ્વભાવદૃષ્ટિ એટલે સ્વભાવમાં રહેલા ગુણોની દૃષ્ટિ. એ ગુણદષ્ટિ પ્રગટી હોવાથી બીજા કોઈ જીવમાં અલ્પ ગુણ પણ જોવે છે તો એને પ્રમોદ આવે છે. એનું એ અનુમોદન કરે છે. ખરેખર તો ગુણને ટેકો આપે છે. પોતાનો મોટો ગુણ હોય તો દબાવે. જુઓ ! ગુણદૃષ્ટિ શું કામ કરે છે. બીજા કરતા પોતાનો મોટો ગુણ હોય તોપણ દબાવે. એ તો મુમુક્ષની દશામાંથી પાત્રતામાં લીધું છે. છે ને? ૧૦૫ પત્રમાં દસ બોલ લીધા છે. એમાં છેલ્લો બોલ એ લીધો છે. ૨૧૦ પાને છે.
પોતાની ગુરુતા દબાવનાર.” ગુણને લઈને જે મહત્તા છે અને મોટાઈ છે એને દબાવે છે, એને સંતાડે છે. મારી મોટાઈ દેખાશે તો બીજાને નાનપ અનુભવવા જેવું થાશે. એટલે ઊંચ-નીચનો પ્રશ્ન ઊભો થાશે. હું ઊંચો અને તે નીચો. એવી રીતે જ્ઞાની વર્તતા નથી. એ તો પાત્રતામાંથી દબાવે છે. પછી તો જ્ઞાની થયા છે ને. પાત્રતામાંથી આગળ વધીને જ્ઞાની થયા છે. આમાં છે ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર...” એટલે મુમુક્ષનો ગુણ હોય તોપણ એના ઉપર એને પ્રમોદભાવ આવે