________________
પત્રક-૬૮૭.
૪૭૧
કયારે શોધાણી ? કે અંધારા વખતે પ્રકાશની જરૂર પડી ત્યારે. એમ જરૂરતમાંથી કોઈપણ વિષયની શોધખોળ થાય છે. | મુમુક્ષુ જરૂરતમાં ઊભો છે. તમે આ વાતને કેવી રીતે શોધો છો અને કેવી રીતે વિચારો છો? તમે કાંઈ વધારે ઊંડાણમાં જઈને આ વાત ઉપર કાંઈ વિચારી શકો છો ? કેમકે પોતે ઉત્તર તો ખોલ્યો નથી. પોતે વર્તી રહ્યા છે બીજી વાત છે. પણ પોતે એ ઉત્તર ખોલ્યો નથી. પણ જરૂરિયાતવાળા કેવી રીતે વિચારે છે ? માણસ કહેને કે, ભાઈ ! મારી જરૂરત છે એની રજુઆત આ છે. અને એ રજુઆત જેવી હોય એવી સામાવાળાને ન હોય.
કેટલીક વાર પરમાગમોમાં આચાર્યની ટીકા કરતા જ્ઞાનીપુરુષ એના ભાવાર્થને કેમ વધારે ખોલે છે ? કેમકે એ ભૂમિકામાં એને એ વધારે એ વાત ઊગે છે. કેમકે એની માર્ગની શોધમાં ઊભા છે. આચાર્યદેવ કે મુનિરાજ તો ધોરીમાર્ગમાં વર્તે છે. એક સેકન્ડમાં તો ચૈતન્યગોળો) છૂટો પડીને અંદર વયા જાય છે. હવે એને
ક્યાં લાંબી પંચાત કરવાની જરૂર છે ? જે નીચે વિકલ્પમાં ઊભા છે એને તો વિકલ્પ ચાલવાના છે. એ વિકલ્પની અંદર એ કેટલા ઊંડા જાય છે ? વિચારતા વિચારતા કેટલા ઊંડા જાય છે ? એ વિષય નીકળી પડે છે. મુમુક્ષુને કોકવાર નીકળી પડે પોતાની જરૂરતના કારણે. કે તો પછી આને ? આનુ શું ? ઉત્કૃષ્ટ મુમુક્ષુ તો ચાલો ઓળખી લેશે પણ હવે સામાન્ય મુમુક્ષુનું શું? સામાન્ય મુમુક્ષુ આવા જ્ઞાનીને કેવી રીતે ઓળખે ? અને અનંત કાળમાં અનંત વાર જ્ઞાની મળ્યા છતાં નથી ઓળખાણ થઈ એનું કારણ આ છે. સામાન્ય પાત્રતા તો જીવને આવી છે, વિશેષ પાત્રતા નથી આવી. સામાન્ય પાત્રતા આવી જાય. રસ્તો ન મળે અને પાછો પાછો વળી જાય. વળી પાછો સંસારી થઈ જાય બરાબરનો.
મુમુક્ષુ - અંતરદશાથી. અંતરલક્ષ કર્યું.
પૂજ્ય ભાઈશ્રી :- હા. આજે એ વાત નવી આવી. અંતર મેળવણીથી અનુસંધાન કરે છે કે માર્ગ આમ છે, એમ કહે છે. અને એ વખતે માર્ગની પ્રતીત પણ આવે છે. એટલે એ પણ એને જ્ઞાની થવાનું કારણ છે અથવા નિર્વાણપદનું કારણ એટલા માટે લીધું છે. કેમકે એને સંસ્કાર પડવાના, એને જ્ઞાનદશા આવવાની અને નિર્વાણપદ સુધી એ પહોંચવાનો, પહોંચવાનો ને પહોંચવાનો. એટલા માટે એ વાત લીધી છે કે એ એક મહત્વનો પ્રસંગ છે મુમુક્ષુ માટે કે જે ક્ષણે એ જ્ઞાનીપુરુષને ઓળખે છે. એ પણ એક એવી કોઈ ધન્ય પળ છે કે જ્યાં એનું નિર્વાણપદ સુરક્ષિત થાય છે, આરક્ષિત થઈ જાય છે !
પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ