________________
૩૦૯
પત્રાંક-૬ ૭૯ આવી શકે. એ ખુલાસો એમણે ત્રીજી લીટીથી કર્યો.
સર્વથી ઉત્કૃષ્ટ ગુણ...” વાણીનો અને કહેનારનો સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કશાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી. અહીંયાં શું કારણ છે ? જ્ઞાનમાં પદાર્થદર્શન નથી, અનુભવ નથી, ભાવ ભાસ્યો નથી. માત્ર એણે શીખી લીધેલી વાત છે એમાં એણે કલ્પના મેળવી છે કે પદાર્થ આવો છે... પદાર્થ આવો છે... પદાર્થ આવો છે. હવે પદાર્થને તો એટલા બધા ગુણધર્મ છે કે કેટલાક પ્રસિદ્ધ હોય અને કેટલાક શાસ્ત્રમાં પણ પ્રસિદ્ધ ન હોય. વક્તવ્ય હોય તોપણ.
જેમકે એક દષ્ટાંત લઈએ કે, “ગુરુદેવની વાણીમાં આત્માનું જ્ઞાયકપણું બહુ પ્રસિદ્ધ થયું. આત્મા જ્ઞાયક છે, આત્મા જ્ઞાયકસ્વરૂપી છે એ વાત બહુ પ્રસિદ્ધ થઈ. પણ આત્મા અપરિણામી છે અને અજ્ઞાયક છે એ વાત પ્રસિદ્ધ ન થઈ. છે ખરો. અપરિણામી છે અને શક્તિપણે તો અજ્ઞાયક છે. અજ્ઞાયક એટલે શું ? કે જ્ઞાન કરવાનું એને કાર્ય નથી. પરિણામ રહિત હોવાથી ક એટલે કાર્ય કરનાર. અપરિણામી અને અજ્ઞાયકની એ વાત પ્રસિદ્ધ ન થઈ. અવેદક, અજ્ઞાયક. અવેદક શબ્દ તો પોતે પત્રમાં વાપર્યો છે. પોતે ને પોતે. અવેદક એવો, અપરિણામી એવો આત્મા. હવે જેને ભાવ ન ભાસ્યો કે જ્ઞાયક એટલે કેવો ? એને એમ થયું કે અપરિણામી કેવી રીતે હોઈ શકે ? સારું થયું કે એ વખતે પત્રો પ્રસિદ્ધ નહોતા એટલે અવેદક કે અજ્ઞાયક શબ્દ પ્રસિદ્ધ ન થયો. ખાલી અપરિણામી જ પ્રસિદ્ધ થયો. તોપણ કહે, એવું તો હોય જ નહિ. આત્મા એવો તો હોય જ નહિ. ગુરુદેવે’ કાંઈ આત્માને એવો કહ્યો નથી. એટલે ગુરુદેવે કહ્યું એટલે હું શીખ્યો છું. એથી વધારે હું કાંઈ શીખ્યો નથી. ગુરુદેવ કહે છે કે, ભાઈ ! મારી વાણીમાં પણ વાત તો મર્યાદિત આવશે. એ સિવાય જે વાણી બહાર એ વિષય રહી ગયો એ પણ જેમ છે એમ સમજવો તો રહે છે. ન સમજવામાં આવે તો આત્મા એવો નથી એમ કહેતા આત્માના વાસ્તવિક અસ્તિત્વનો એની અંદર નિષેધ થઈ જાય છે.
મુમુક્ષુ - કૂટસ્થ શબ્દ ... પૂજ્ય ભાઈશ્રી :- કૂટસ્થ અને અપરિણામી. કૂટસ્થ એટલે એમને એમ રહી જાય છે. જો એમનેમ ન રહે તો ત્રિકાળ રહે કેવી રીતે ? ત્રિકાળી કેવી રીતે હોય ? પાછો એકરૂપ શબ્દ સાંભળ્યો છે. જુઓ ! “સમયસારમાં અને પરમાત્મપ્રકાશમાં એકરૂપ શબ્દ અને એક શબ્દ તો અનેકવાર આવ્યો છે. તો એકરૂપ અને કૂટસ્થમાં