________________
પત્રક-૬૮૭
૪૬૧
એટલે એ ઓળખવા ચાહે તોપણ એને આટલો દૃષ્ટિકોણ અપનાવવો પડે. કઈ રીતે ઓળખે ? કે આ રીતે ઓળખે ? શી રીતે ઓળખે ? એ પ્રશ્ન છે. આ રીત સિવાય બીજી કોઈ રીતે ઓળખી શકે એ બનવાનો સંભવ નથી.
પછી એ ઓળખવાની અંદર એમની વાણી સાંભળે છે તો એ વાણીના અનેક પ્રકાર છે. (પત્રાંક) ૬૭૯માં તો હમણા જ આપણે આવી ગયું. આશયભેદ હોય છે. મુખ્ય જે ચિહ્ન છે એ આશયભેદનો છે. જેની દૃષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર છે એને એ શાંતિની ઉપાદેયતા એટલે સ્વરૂપની ઉપાદેયતા છે. ખરેખર સર્વસ્વપણે સ્વરૂપ ઉપાદેય થયું છે અને એ સર્વસ્વપણે જેને સ્વરૂપની ઉપાદેયતા છે એ બીજા ચિહ્નોને જોવાનું ગૌણ કરે છે. ક્ષયોપશમ કેટલો છે એ પણ નથી જોતો. પરિગ્રહાદિ સંયોગને લઈને ત્યાગ તો નથી જોતો, પણ જ્ઞાનનો પર્યાય જે ક્ષયોપશમ છે એ ક્ષયોપશમનો ઉઘાડ કેવા પ્રકારનો છે ? બાહ્ય ઉઘાડ કેટલોક છે ? ઓછો છે કે વધારે છે ? એ પણ નથી જોતો. એટલું જ નહિ, વાણીની શૈલી વક્તૃત્વકળાવાળી છે એ પણ નથી જોતો. દેહાદિ સંયોગ તો પછી દૂરની વાત છે, પરિગ્રહાદિ સંયોગ તો દૂરની વાત છે. પણ આ બંને પ્રકા૨ને પણ ગૌણ કરીને એકલું જ્ઞાનીનું જ્ઞાનીપણું જોવું છે. બધી વખતે થોડી થોડી તો જુદી વાત આવશે. એક જ વાત આવે એવું નથી.
જેમકે જિનવ૨ કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.’ એક પદ લખ્યું છે. ‘જિનવ૨ કહે છે જ્ઞાન....' એટલે કયું જ્ઞાન ? કે જે જ્ઞાન જન્મ-મરણથી મુક્ત કરે. જ્ઞાનીનું જે જ્ઞાન, એ જ્ઞાન કેવું હોય ? એમ કરીને એક પદ લખ્યું છે. ત્યાં એક બહુ વિશિષ્ટ વાત કરી છે કે બાહ્ય ત્યાગવાળાને તો.... ‘શ્રેણિક’ મહારાજાનું દૃષ્ટાંત આપી દીધું કે જેને કાંઈ પણ વ્રત, નિયમ, તપ કાંઈ નથી. નહિ ત્યાગ વસ્તુ કોઈનો...’ પણ એ તીર્થંકર થશે. ભાવિના, આવતી ચોવીશીના પહેલા તીર્થંકર થશે. એ ઠાણાંગ સૂત્રમાં તમે જોઈ લ્યો. એટલે ઠાણાંગ સૂત્રમાં એ ઉલ્લેખ છે. ભગવાન મહાવીરસ્વામી'ની વાણીમાં એ વાત આવેલી છે. ગણધરદેવે એ સૂત્રમાં ગૂંથેલી છે.
ત્યાં એક બીજી વાત પણ લખી છે કે જ્ઞાન જ્ઞાનીમાં કળો...’ કળવાનો વિષય છે, પહેચાન કરવાનો, ઓળખવાનો વિષય છે. તો અન્યમતની વાત લીધી છે કે ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના.' જે અન્યમતીના ચાર વેદ છે. સામવેદ ને યજુર્વેદ ને એ બધા. મૂળ વાત તો અહીંથી નીકળેલી છે. પણ એ લોકોએ ધારણાફેર થયું ને પછી પોતાની મહત્તા વધારવા માટે જે વિષયોનું મિશ્રણ કર્યું એ મિથ્યાત્વના શાસ્ત્રો એટલા માટે કહ્યા કે એમાં ભેળસેળ થઈ ગઈ. ‘શાસ્ત્ર