________________
૪૩૦
રાજહૃદય ભાગ-૧૩ મુખ્યપણે વધારેમાં વધારે એમને ઓળખવા માટેનું સાધન એમની વાણી છે અને વાણી ઉપરથી પણ જો કાંઈ ઓળખી શકે તો જ્ઞાનીની મુદ્રાથી પણ કેટલોક વિષય ઓળખી શકાય છે, એમની પ્રવૃત્તિની ચેષ્ટઓથી પણ કેટલોક વિષય ગમ્ય થઈ શકે છે અને એમના નેત્રો ઉપરથી પણ કેટલોક વિષય ગ્રહણ કરી શકાય છે. - જ્ઞાનસ્વરૂપી આત્મા છે. જ્ઞાનસ્વભાવી જે આત્મા છે એ વિકલ્પાતીત અને વચનાતીત પદાર્થ છે. તેમ છતાં એ સર્વથા વચનાતીત નથી, કથંચિત વચનગોચર છે. પણ જેના જ્ઞાનમાં એવો આત્મપદાર્થ પ્રત્યક્ષ છે અને જેના જ્ઞાનમાં એ પ્રત્યક્ષ છે એ પૂર્વક એ પદાર્થનો વિષય જેની વાણીમાં આવે છે એની વાણીમાં એ પ્રત્યક્ષતાની ઝલક અછાની રહેતી નથી.
એટલે એ પણ એક મહત્વનો વિષય છે કે જેને આત્મા પ્રત્યક્ષ થયો નથી એ જીવ અંધારામાં ઊભો છે. અંધારામાં ઊભેલો પ્રકાશનું વર્ણન કેવી રીતે કરશે ? કદાચ શાસ્ત્રથી કે બીજા જ્ઞાનીની વાણીથી શીખીને કરે તોપણ શીખવામાં એ વિષયની જે અસલિયત છે એ અસલિયત આવતી નથી. કેમકે વસ્તુ જેને પ્રત્યક્ષ હોય, અનંત પ્રત્યક્ષસ્વરૂપ વસ્તુ જેને પ્રત્યક્ષ હોય અને જે એના ભાનમાં વર્તતા હોય પાછા. પ્રત્યક્ષ હોય અને એવો જ છું એવા જે ભાનમાં વર્તતા હોય, એ ભાનમાં વર્તે છે એવી જે વાણીની ઝલક, એ સંબંધીની ચેષ્ટામાં ઝલક એ ઉત્કૃષ્ટ મુમુક્ષુ પરખી શકે છે, એ લક્ષણો એને જોવામાં આવે છે અને એ રીતે પણ એને જ્ઞાનીપણાની પ્રતીતિ થાય છે.
બીજું, કે જેને પોતાનો શુદ્ધાત્મા અનુભવગોચર થયો છે એ ક્યારે અનુભવગોચર થયો છે, એનો જો વિચાર કરવામાં આવે તો કે તે આત્મા અનંત મહિમાવંત છે, એ આત્મા પ્રતિભાસતા જેનો એ સંબંધીનો અપૂર્વ રસ, મહિમાપૂર્વકનો જે અપૂર્વ રસ ઉત્પન્ન થયો કે જે મહિમાના ફળસ્વરૂપે અનુભવ આવ્યો. તો એને આત્મરસ કેટલો ગાઢ થયા પછી અનુભવ આવ્યો છે. એ અનુભવરસની રસપ્રગાઢતા જેને કહેવામાં આવે, અનુભવરસની રસપ્રગાઢતા જેને કહેવામાં આવે છે એવો અધ્યાત્મરસ અને આત્મરસ જેની વાણીમાં વ્યક્ત થતો હોય છે. એ પણ એક અસાધારણ લક્ષણ છે.
એ ઉપરાંત, આ વિષય સંસારમાં પરિભ્રમણ કરતા જીવને અજાણ્યો હોવાથી અવશ્ય એક ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રહસ્યભૂત વિષય છે. જે જ્ઞાનીને ઓળખવા માગે છે અને એ જ્ઞાનીના ઓળખવાના દૃષ્ટિકોણને, તીવ્ર દૃષ્ટિકોણને સાધ્ય કરીને જે જોવે