________________
૩૧૮
રાજહૃદય ભાગ-૧૩ નિમિત્ત-નૈમિત્તકસંબંધ જ્ઞાનાવરણી ક્ષયોપશમ પણ વિશેષ થાય અને જ્ઞાન ઉઘડે. પણ જ્ઞાનના ઉઘાડમાં નિગોદથી માંડીને શરૂઆત થાય છે. નિગોદમાં જ્ઞાન ઘણું અવરાયેલું છે. અને નિગોદથી જ્યારે શરૂઆત થાય છે તો અનાદિ અજ્ઞાની જીવને બહિર્લક્ષી ઉઘાડ વધે છે. અને એવો ઉઘાડ...
મુમુક્ષુ - નિગોદથી માંડીને ?
પૂજ્ય ભાઈશ્રી - નિગોદથી માંડીને. નિગોદમાં એકદમ અવરાયેલું જ્ઞાન છે. પછી બેઇન્દ્રિય થાય, ત્રણઇન્દ્રિય થાય, ચતુરઇન્દ્રિય થાય, પંચેન્દ્રિય થાય, સંશી પંચેન્દ્રિય થાય. તો ત્યાં કષાયની મંદતાનું નિમિત્ત છે. બીજું કારણ નથી. કેમકે ત્યાં બુદ્ધિપૂર્વકનો બીજો કોઈ પ્રયાસ તો છે નહિ.
એ બહિર્લક્ષી જ્ઞાનનો જે વિકાસ થાય છે. એનાથી હજી આત્મહિત સધાતું નથી. આત્મહિત સાધવામાં એનું સાધન નથી. એ સાધનભૂત નથી. કેમકે એવો અનંત વાર ઉઘાડ વધ્યો છે અને ઉઘાડ વધીને અગિયાર અંગ અને નવ પૂર્વ સુધી પણ અનંત વાર જ્ઞાનાવરણીના ક્ષયોપશમે પ્રવર્તવાનું રાખ્યું છે. તોપણ જીવને આત્મહિત સધાયું નથી.
આત્મહિત સાધવા માટે સ્વાનુભૂતિનું આવરણ ખસવું જોઈએ. એટલે ત્યાં જાણવાનો વિષય આવ્યો, અહીંયાં વેચવાનો, અનુભવવાનો વિષય આવ્યો. જુઓ ! અધ્યાત્મના પ્રકરણમાં અનુભવની પ્રધાનતા છે, જાણવાની નહિ. જ્ઞાની કેટલું વધુ જાણે છે એની સાથે સંબંધ નથી. (પણ) જ્ઞાની કેટલો વધુ અનુભવ કરે છે એની સાથે એનો સંબંધ છે. બે Branch જુદી જુદી છે. છે જ્ઞાનનો પર્યાય પણ બેય શાખા જુદું જુદું કામ કરે છે. જાણવાની શાખા જુદું કામ કરે છે, વેદનાની શાખા જુદું કામ કરે છે. બંનેનો સ્વધર્મ જુદા જુદા પ્રકારનો છે. “પંચાધ્યાયી”માં એ વિષયને સ્વાનુભૂલ્યાવરણ તરીકે લીધો છે. સ્વાનુભૂતિનું આવરણ મટે નહિ ત્યાં સુધી સ્વાનુભૂતિ ન થાય અને સ્વાનુભૂતિ ન થાય, ત્યાં સુધી પ્રત્યક્ષ અનુભવ ન થાય, ત્યાં સુધી એને સમ્યગ્દર્શન ન થાય, ત્યાં સુધી સ્વરૂપાચરણ ન થાય અને મોક્ષમાર્ગ શરૂ ન થાય.
એટલે અહીંયાં કાલે આપણે વાંચ્યું છે પણ આજે વળી ખુલાસો બીજી રીતે આવે છે. કાલે આ વિષય એવી રીતે નથી ચાલ્યો. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે... કેમકે પ્રશ્ન નિરાવરણજ્ઞાનનો છે. નિરાવરણજ્ઞાન અમે કોને કહીએ છીએ ? અમારા લક્ષમાં નિરાવરણશાન એટલે કઈ વાત છે ? કે જે જ્ઞાનમાં દેહાદિ