________________
૧૧૬
રાજહૃદય ભાગ-૧૩ થવામાં તમારી વૃત્તિ જે પ્રકારે વર્તે છે તે બરાબર છે, યોગ્ય છે. એને લીલી ઝંડી આપે છે કે તમે આગળ ચાલો. બરાબર છે, આ ભૂમિકામાં તમારું જે પરિણમન છે એમાં વિકાસ થાય એ જ રીતે તમે આગળ ચાલો, એમ કહેવું છે.
મુમુક્ષુ - વિશિષ્ટ...
પૂજ્ય ભાઈશ્રી :- મુખ્યપણે તો જે અવલોકનનો વિષય છે... કેમકે એમાં પરલક્ષ ઘટે છે અને સ્વલક્ષી પરિણામો અંતર અવલોકનથી વિશેષપણે થાય છે. એટલે વાંચન, શ્રવણ અને મનન કરતાં પણ અંતર અવલોકન છે એ સ્વલક્ષી પરિણામમાં વધારે અનુકૂળ છે.
મુમુક્ષુ - અવલોકન...
પૂજ્ય ભાઈશ્રી - અવલોકન છે એ ચાલતા પરિણામોનું છે અને વિચાર છે એ મુખ્યપણે ભૂત-ભવિષ્યના પરિણામોનો વિચાર થાય છે. અથવા અવલોકનનો વિષય વર્તમાન છે, એટલે પ્રત્યક્ષ છે અને વિચારનો વિષય પરોક્ષ છે. આ અવલોકન છે એ પ્રયોગાત્મક પદ્ધતિના પરિણામની દેન છે જ્યારે વિચાર છે એમાં Theoretical વિષય વધારે ચાલે છે. એટલે Theory અને Practice માં જેટલો ફરક છે એટલો વિચાર અને અવલોકનમાં તફાવત છે. બેય કાર્યપદ્ધતિમાં ઘણો આંતરો છે. વિચારપદ્ધતિ સુધી ઘણા જીવો આવે છે, અવલોકન પદ્ધતિ સુધી કોઈ કોઈ જીવ જ આવે છે.
મુમુક્ષુ:-
પૂજ્ય ભાઈશ્રી :- એમાં લક્ષ ફરે છે. અંતર્લક્ષી પરિણામ કરવામાં અવલોકન જેવી કોઈ એકેય પદ્ધતિ જ નથી. ખરેખર તો વૈચારિક પદ્ધતિને એની સાથે સરખાવી ન શકાય એવો વિષય છે. કેમકે બેનો પ્રકાર જ જુદો પડે છે. મેળવાળો પ્રકાર હોય તો સરખાવી લે. પણ આ પ્રકાર આખો જુદો પડી જાય છે. પરલક્ષી જ્ઞાનમાં વાંચન, વિચાર, શ્રવણ, એની વિચારણા, તર્કણા બધું ઘણું ચાલે. અંતર્લક્ષી જે પરિણામ થવા છે એની અંદર તો અવલોકન સિવાય બીજો કોઈ ઉપાય નથી.
બીજું, કે આત્મજ્ઞાન છે એ અનુભવજ્ઞાન છે. આત્મજ્ઞાન છે એ વિચારજ્ઞાન નથી પણ આત્મજ્ઞાન છે એ તો અનુભવજ્ઞાન છે. અને અનુભવજ્ઞાન થવા માટે અનુભવપદ્ધતિ અનુકૂળ છે. જે પરિણમનની અંદર અનુભવની પદ્ધતિ ન હોય અને માત્ર વૈચારિક પદ્ધતિ હોય તો તે અનુભવજ્ઞાન માટે સાનુકૂળ નથી. એટલા માટે અનુભવપદ્ધતિથી અનુભવ સુધી પહોંચાશે. વગર અનુભવપદ્ધતિએ અનુભવ સુધી