________________
૪૦૨
રાજહૃદય ભાગ-૧૩ સપુરુષ છે એ શાંતિના ધામરૂપ છે.
અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.” અમારા પરમાત્મસ્વરૂપમાં તતૂપ થઈને તદાકાર પરિણામ ઉત્પન્ન થઈ ગયું છે. ૧૪૩ ગાથાની ટીકામાં પક્ષાતીક્રાંત જીવ થયો, નિર્વિકલ્પ સમ્યગ્દર્શનમાં આવે તો કહે પરમાત્મા થયો. પર આત્મા, પરમાત્મા, સમયસાર, આત્મખ્યાતિ બધા એના આચાર્યદેવે નામ આપી દીધા. કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.” અથવા અમે અમારા પરમાત્મસ્વરૂપને પરમાત્મસ્વરૂપે અનુભવી રહ્યા છીએ માટે અમે પરમાત્મા થયા છીએ. કોઈને જો પરમાત્મા થાવું હોય તો અમારી પાસે રસ્તો છે. વિના મૂલ્ય, માત્ર કારુણ્યદૃષ્ટિથી નિસ્પૃહભાવે એ રસ્તો બતાવવા અમે તૈયાર છીએ, એમ કહે છે.
આ વાત-આટલી જે વાત લખી તે “આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્દભવેલો લખ્યો નથી.” આવો અનુભવ લખ્યો એ કોઈ પરમાત્મપણાની માન્યતાનું અભિમાન થયું ને લખ્યું છે એમ નથી. શું કહે છે ? બે પ્રકારે પરમાત્મપણું મનાય છે. એક તો એવો પ્રગટ અનુભવ કર્યા વિના હું પરમાત્મા છું... હું પરમાત્મા છું... હું પરમાત્મા છું એમ માન્યતામાં ખોટું માની લે. પ્રગટ અનુભવ કર્યા વિના. એને એ માન્યતાનું અભિમાન વર્તે છે. કેમકે માન્યતામાં એને અહંપણું છે. એવી વિકલ્પકૃત માન્યતામાં એને અહંપણું છે. અને જેને સાક્ષાત્ આત્મા જે પરમાત્મસ્વરૂપ છે એમાં અહંપણું થાય છે એ નિર્વિકલ્પ ભાવે થાય છે. નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ ભાવે થાય છે એ ખરેખર પરમાત્મા થયા છે. એ પરમાત્મા પ્રગટપણે પરમાત્મા થયા છે. માત્ર વિકલ્પથી માન્યું છે એ વિકલ્પની માન્યતાના અભિમાનથી માન્યું છે. એવા અભિમાનથી ઉદ્ભવ થયેલો આ અનુભવ નથી લખ્યો, એમ કહે છે. અમને ખ્યાલ છે. એમાં ગડબડ શું થાય છે, નિશ્ચયાભાસ શું થાય છે એનો પણ અમને ખ્યાલ છે અને નિશ્ચય પરિણમન શું થાય છે એ પણ અમારા જ્ઞાનમાં જ છે. એમ કરીને ચોખવટ કરી છે.
આ અંતર અનુભવ...” જે લખ્યો છે તે કોઈ “પરમાત્મપણાની માન્યતાના....' ખાલી કોરી માન્યતાના અભિમાનથી ઉદ્દભવેલો.” અનુભવ નથી કે એમનેમ લખી નાખ્યું છે. પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી.” કર્મબંધનને કારણે જગતના જીવો દુઃખમાં સબડી રહ્યા છે. એમના પ્રત્યે નિષ્કારણ કરુણાની કારુણ્યવૃત્તિ ઉત્પન્ન થઈ છે, પરમ કારુણ્યવૃત્તિ-ઉત્કૃષ્ટ