________________
૫૪
રાજહૃદય ભાગ-૧૩ માયા. તો શું સમજ્યા તે શમાયા ? કે પોતાનું આત્મસ્વરૂપ જે સમજ્યા તે આત્મસ્વરૂપમાં સમાયા. આત્મસ્વરૂપ જેને સમજવામાં આવ્યું એ આત્મસ્વરૂપ જેવું સમજાયું, જેવું છે તેવું સમજાયું તો એ સ્વરૂપ એવું સમજાયું કે એને સમજતા પછી એથી બહાર નીકળવાનું ન રહ્યું. એ સમજ્યા તે સમાઈ ગયા. જે સમજ્યા એ સમાઈ ગયા.
તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. એ પણ એક પ્રશ્ન પૂછ્યો. સમજવાયોગ્ય શું? અને શમાવું એટલે શું? .... ઉત્પન્ન ન થવું તેનું નામ શમાવું. આચારંગનું એક સૂત્ર છે. “ગો / નાડુ સો સળું નાણું જેણે એકને જાણ્યો તેણે સર્વને જાણ્યું. આત્માને જાણ્યો તેણે સર્વને જાણ્યું. એકને એટલે આત્માને જાણ્યો તેણે સર્વને જાણ્યું. જેણે સર્વને જાણ્યું તેને કુતૂહલ ગયું.
સામાન્ય રીતે વિકલ્પ કેમ છે ? કુતૂહલને લઈને છે. એ કુતૂહલવૃત્તિ બંધ થઈ જાય છે. આત્મજ્ઞાન થતાં કુતૂહલવૃત્તિ બંધ થઈ જાય છે. અથવા અન્યપદાર્થો વિષેની જે કુતૂહલવૃત્તિ છે એ પરરુચિને પ્રસિદ્ધ કરે છે. પરરુચિનું એમાં પ્રદર્શન થાય છે. એ જીવને પરપદાર્થની રુચિ ઘણી છે. એ રુચિના લક્ષણરૂપે પરપદાર્થ પ્રત્યેની કુતૂહલવૃત્તિ ... છે.
મુમુક્ષુની ભૂમિકામાં સ્વરૂપની તીવ્ર રુચિ થતાં અન્ય પદાર્થ પ્રત્યેની કુતૂહલ રુચિ, આત્મરુચિને કારણે પરરુચિ છે એ બંધ થાય છે. અને ત્યારપછી જીવ આગળ વધે છે. આત્મરુચિ ઉપરાંત જીવ આગળ વધે છે. એટલે પુરુષાર્થ કરે છે. રુચિ અનુયાયી વીર્ય. અને એ પુરુષાર્થના કોઈ એક તબક્કાએ નિર્વિકલ્પદશા ઉત્પન્ન થાય છે. ઉપયોગ વિકલ્પરહિત થાય છે ત્યારે એ આત્મામાં સમાઈ ગયો એમ કહેવામાં આવે છે. આત્મામાં ઠરી ગયો એમ કહો કે આત્મામાં સમાઈ ગયો એમ કહો.
એમ શમાવું એટલે શું ? કે આત્મામાં ઠરી જવું. પછી કોઈપણ વિકલ્પની ઉત્પત્તિ ન થવી. સર્વ વિકલ્પો બંધ થઈ જવા, અસ્ત થઈ જવા, ઉત્પન્ન થતાં બંધ થઈ જવા. એનું નામ સ્વરૂપમાં શમાવું છે. એનું નામ શમાવું છે.
વસુતાએ બંને એક જ છે. જે સમજવું છે અને જે શમાવું છે એ વસ્તુતાએ તો એક જ છે. અથવા જે આત્માને સમજે છે તે આત્મામાં અવશ્ય નિર્વિકલ્પ થઈને શમાઈ જાય છે. અને એવી રીતે જે આત્મામાં નિર્વિકલ્પ થઈને સમાવેશ પામે છે તે જ આત્માને સમજ્યા છે. જો એ આત્મામાં ન શમાતા હોય તો એ આત્માને