________________
૨૪૪
રાજહૃદય ભાગ-૧૩ સમજ્યા છે. અને આપણે આને કાંઈક પૂછો. આપણને ન સમજાતું હોય તો એને પૂછો. અથવા તો કાંઈક એમની પાસેથી મેળવો. મેળવવાની આકાંક્ષાથી યોગ્યતા જોઈને, ક્ષયોપશમ જોઈને કોઈપણ પ્રકારે એની પ્રાપ્તિ માટે જતા હોય, એ સર્વને બધાને લાગુ પડે છે.
મુમુક્ષુ :- મુમુક્ષુ મુમુક્ષુ અંદર આપસમાં ચર્ચા કરે, ચાલતા ચાલતા પણ કોઈવા૨ થાય, ઘરે પણ કોઈવાર થાય તો એમાં મુખ્યતા આ વિષયની હોવી જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી :– મુખ્યતા રહે. સત્સંગમાં તો અનેક વિષય ચર્ચાય, બધા પડખાં ચર્ચાય. અહીંયાં અપેક્ષા ઉપદેશક માટે છે. જે માણસ વિશેષ યોગ્યતામાં જેની છાપ હોય અથવા વિશેષ જાણકાર તરીકે, વિદ્વાન તરીકે, પંડિત તરીકેની જેની છાપ હોય. અને લોકો એને પૂછે. અને એના જવાબોને કાંઈક વિશ્વાસથી જોતા હોય. એના ઉત્તર સંબંધી વિશ્વાસ રાખતા હોય કે આની વાત આપણે ગ્રહણ કરવી. તો એણે શું કરવું એટલી વાત છે. જે Point છે એ આટલો છે. સત્સંગનો Point નથી. સત્સંગમાં તો અનેક ચર્ચાઓ નીકળે. બધી ચર્ચાઓ નીકળે એનો કોઈ સત્સંગમાં વાંધો નથી. કેમકે એમાં તો વિચારોની આપ-લેનો પ્રશ્ન છે. એની અંદર શું છે કે જે વાત આવે છે એને બે જણા, ચાર જણા Table ઉપ૨ વચ્ચે રાખીને તપાસે છે. કોઈક આ બાજુ બેસીને તપાસે છે તો કોઈક આ બાજુ બેસીને તપાસે છે તો કોઈક પેલી બાજુ બેસીને તપાસે છે કે ભાઈ ! મને તો આ વાત આમ દેખાય છે. ઓલો કહે કે મારી દૃષ્ટિમાં તો આ વાત આ રીતે આવે છે. તમને એમ લાગે છે એનું શું કારણ ? મને આમ લાગે છે એનું શું કારણ ? એમાં કોઈની વાત કોઈને સ્વીકારવી એ પ્રશ્ન, એ પરિસ્થિતિ ત્યાં નથી. જ્યાં સમગુણી અથવા સમકક્ષ જીવોનો
વિશ્વાસ હોય કે ભાઈ ! આપણે આની વાત ગ્રહણ કરવી. તો તમારે જ્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો લક્ષ થાય એ પ્રકારે તમારે એ પ્રસંગપ્રાપ્ત જીવોને એવી વાત કરવી, એ વિષય તમારે લેવો. બીજો વિષય તમારે લેવો નહિ. એમ લલ્લુજીને સ્પષ્ટ સૂચના કરે છે.
મુમુક્ષુ :- કાગળ લખવાની કે પત્ર વ્યવહાર કરવાની
પૂજ્ય ભાઈશ્રી :– હા, એ પત્રવ્યવહાર પણ કરે છે ને. પોતે પત્રવ્યવહાર પણ કરતા હોય તો.