________________
૧૪૩
પત્રક-૬૫૮
મુમુક્ષુ :– આટલી લાલબત્તી બધી બતાડી એનું ધ્યાન રાખીને... પૂજ્ય ભાઈશ્રી :– હા. બરાબર એની જાગૃતિ રાખીને કે મારાપણું કર્યાંય ન થાય. એક આત્મા સિવાય ક્યાંય મારાપણું ન થાય. હજી તો કુટુંબ, પરિવાર, મકાન, પૈસા એમાં જે મારાપણું છે એ તો અશુભ છે. દયા, દાન, વ્રત, નિયમ એ તો શુભ છે. પણ બેમાંથી એકેય જગ્યાએ મારાપણું થાય એટલે મિથ્યાત્વ તો સરખું જ થયું. અશુભમાં વધારે મિથ્યાત્વ થયું અને શુભમાં ઓછું મિથ્યાત્વ થયું એમ નહિ થાય. મિથ્યાત્વ સરખું થાશે. અને પહેલું જે ટાળવાનું છે એ આ મિથ્યાત્વ ટાળવાનું છે. મુમુક્ષુ :– આ બધી પંચાત કરવી એના કરતા ન કરે... એ કહો.
-
પૂજ્ય ભાઈશ્રી :– એમાં એવું છે કે એને સુખી થવાની ગરજ હોય તો પંચાત કરે. અહીંયાં કોઈ પરાણે તો પંચાતમાં લાવે એવું છે નહિ. એને એમ થાય કે હું સંસારમાં રખડું છુ, જન્મ-મરણથી દુઃખી થાઉં છું અને જ્યાં સુધી સત્યમાર્ગ, જિનમાર્ગમાં જ્યાં સુધી નહિ આવું ત્યાં સુધી દુ:ખી થઈ જઈશ. એટલે તો એમણે એ વાત ૨૩મા વર્ષમાં કરી કે અનંત જન્મ-મરણ કરીને હોથા નીકળી ગયા છે. દુઃખી થઈને હોથા નીકળી ગયા છે. અનંત જન્મ-મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા જે જીવને આવે છે એ આ માર્ગ પામવાનો અધિકા૨ી થાય છે. ત્યાં સુધી પાત્રતા કે અધિકાર નથી. એટલે પહેલા તો એને પોતાની દયા આવી છે કે નહિ ? આ વિચા૨વાની જરૂર છે. નહિતર તો સંસારમાં બધા લહેર કરે જ છે. તું પણ લેહ૨ ક૨. કોણ ના પાડે છે. અનંતા જીવો એ પરિભ્રમણના વંટોળમાં ચડેલા છે. સંસારમાં મોટો પરિભ્રમણનો વંટોળ ચાલે છે. એ વંટોળમાં ક્યાં કર્યું તણખલું પડે છે. એમ જીવ કર્યાં ઊડીને ક્યાં ક્યારે જાય છે, કોઈનો પત્તો નથી. આ તો એમાંથી નીકળી જવું હોય અને નીકળવા માટે તાલાવેલી લાગી હોય, તો સાંભળે એવી વાત છે. નહિતર તો વાત સાંભળે એવું નથી.
મુમુક્ષુ :– જેને જરૂ૨ હોય તે પંચાતમાં...
પૂજ્ય ભાઈશ્રી :– એ તો છે. સીધી વાત છે. જરૂર લાગી હોય તો વાત છે. ન જરૂર લાગી હોય તો એને તો આવી વાત કરતા પણ નથી. જ્ઞાનીપુરુષો જેને જરૂ૨ નથી એને તો વાત કરતા નથી. જે ગરજવાન થઈને સાંભળવા આવ્યો છે એને વાત કરે છે.
મુમુક્ષુ ઃ- ગરજુ થઈને આવ્યો હોય એના ઉ૫૨ કરુણા કરે છે.
પૂજ્ય ભાઈશ્રી :– એના ઉ૫૨ કરુણા કરે છે. એ તો વ્યવહારે કહેવાય કરુણા