Book Title: Raj Hriday Part 13
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 489
________________ ૪૭૦ રાજય ભાગ-૧૩ સામાન્ય મુમુક્ષુને બાહ્યદૃષ્ટિ ઊભી હોવાથી અને અંતરદૃષ્ટિ ખુલી નહી હોવાથી એને જ્ઞાનીનું જ્ઞાનીપણું ઓળખાવાને બદલે એને ઊલટાનું કાંઈક બીજી કલ્પના, ઉલટી-સુલટી કલ્પના થઈ જશે કે જે કલ્પનાને લઈને એને નુકસાનનું કા૨ણ થશે. અવિશ્વાસનું, અપ્રતીતનું, અશ્રદ્ધાનું કારણ થશે કે આવા તે કાંઈ શાની હોતા હશે ? એમ સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય..’ તો કેવા પ્રકારથી તે પુરુષ વર્ત્યા હોય ? કે એવા પ્રકારથી વર્ત્યા હોય કે નિવૃત્તિયોગમાં એને સમાગમ આપે, પ્રવૃત્તિયોગમાં સમાગમ ન આપે. તો એને ઉપકાર થવામાં હાનિ ન થાય. આ એક પ્રશ્ન છે એનો ઉત્તર ત્યારે આપણે લગભગ આવો વિચાર્યો હતો. મુમુક્ષુ :– એ પોતે તો એ રીતે વર્તી રહ્યા છે. -- - પૂજ્ય ભાઈશ્રી :– એ પોતે એ રીતે જ વર્તી રહ્યા છે. પોતે એ રીતે જ વર્તે છે. ગમે એને નજીક આવવા દેતા નથી. એટલે એમને તો પૂરો વિવેક છે. એમને કાંઈ અજાણ્યા છે અને પૂછે છે એવું નથી ? એ તો મહાવિચક્ષણ છે અને મહાવિવેક પ્રગટ્યો છે પાછો. એટલે ક્યાંય પોતે અવિવેકથી વર્તે છે એવું નથી. પણ ‘સોભાગભાઈ’ને પ્રશ્ન ઉઠાવીને આ વિષયના ઊંડાણમાં ખેંચી જાય છે. આ બધો વિષય કેવી રીતે વિચારે છે ? શું વિચારે છે ? મુમુક્ષુ :– જ્ઞાનીને કઈ રીતે ઓળખવા ? પૂજ્ય ભાઈશ્રી :– હા. બધાના લખાણ લીધેલા છે, બે-ત્રણ જણાના. બરાબર છે. ઠીક ઠીક ચર્ચાય ગયો છે. ખ્યાલમાં છે. આપણે સારી રીતે ચર્ચાઈ ગયો છે. ઘણા દિવસ એ ચર્ચા ચાલી છે. એ વિષય ઉપર ખૂબ ચર્ચા ચાલી છે. મહત્વનો વિષય છે ને ! મુમુક્ષુ :– ત્રણ દિવસમાં ઘણો આવી ગયો. પૂજ્ય ભાઈશ્રી : :- હા. લગભગ વિષય આવરી લીધો છે. એ ચર્ચાનો વિષય લગભગ આપણે આવરી લીધો છે. કાલે બે કલાક બરાબર ચાલ્યો, આજે પણ ચાલીસ મીનિટ જેવો ચાલ્યો. મુમુક્ષુ :- ઘણી નવી વાત આવી. પૂજ્ય ભાઈશ્રી :– હા, કોઈ કોઈ વાત વિચારમાં આવે. પણ એની અંદર એક વાત એ છે કે સોભાગભાઈ'ને પોતે જાણે છે છતાં શું કરવા પૂછે છે ? કાંઈ ‘સોભાગભાઈ’ની પરીક્ષા જ લેવી છે એવું નથી. એમના ખ્યાલમાં છે. પણ ગમે એવી વાતના ઊંડાણમાં વધારે જાવું હોય તો જેને જરૂરત હોય તે જાય. શોધ કોણ કરે ? જરૂરતવાળો. દુનિયામાં જેટલી શોધખોળ થઈ છે, ઘાસતેલ પાણી જેવું દેખાય છે તોપણ એ બળે છે અને દીવો થાય અને પ્રકાશ થાય એ વાત પ્રવાહીમાંથી

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504