________________
પત્રાંક-૬૫૧
૧૦૩
તા. ૧૯--૧૯૯૧, પત્રાંક – ૬૫૧ થી ૬પપ
પ્રવચન ન. ૨૯૪
પ્રશ્નો પૂછયા છે. ૬૪પમાં. સમજ્યા તે શમાઈ ગયા અને સમજ્યા તે સમાઈ રહ્યા. સમજ્યા તે સમાઈ ગયા. એમાં આત્મામાં ઉપયોગ, સ્વરૂપમાં સમાઈ રહ્યો. સમજ્યા તે શમાઈ ગયા એટલે સહેજે સહેજે ઠરી ગયા. સમજીને શમાઈ ગયા. જે અન્ય પદાર્થને સમજ્યા કે આમાં કાંઈ સાર નથી. આત્માને સારપણું નથી-સુખપણું નથી. તેથી તે અધ્યાસ છૂટી ગયો. આત્માપણું માન્યું હતું તે છૂટી ગયું. એ સમજીને સમાઈ ગયા. એમ અન્ય પદાર્થને એટલે ત્યાં સમજીને સ્વસ્વરૂપમાં સ્થિર થયા. એ રીતે બંનેનો પરમાર્થ એક છે. કથનવિવક્ષા અસ્તિ અને નાસ્તિથી ભેદને પામેલી છે પણ બંનેનો પરમાર્થ એક છે.
એ બંને વાક્યના અર્થનો પછી વિસ્તાર કર્યો છે. જો પોતાના સ્વરૂપને સમજીને એકાગ્ર થાય તો પરિભ્રમણની નિવૃત્તિ થાય. આવો પરમાર્થ સદ્દગુરુની આજ્ઞા વિના કોઈ જીવે જાણ્યો નથી. કોઈ જીવ જાણી શકે નહિ એવું એક એનું રહસ્ય છે. તેથી તે જાણવા માટે અસત્સંગને છોડવો, સ્વચ્છંદને છોડવો, પોતાના હિત-અહિત સંબંધીનો અવિવેક છે તે અવિચારને છોડવો, એને અટકાવવો, સમજીને સ્વરૂપમાં એકાગ્રતા કરવી. એ અનંત જ્ઞાનીઓએ સંમત કરેલો માર્ગ છે. એનો સંક્ષેપ છે ૬ પ૧ પત્રમાં.
મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ ઓછી થઈ જાય છે. ત્યાં સુધી સત્સમાગથી જે લાભ થવો જોઈએ એ લાભ નથી થતો, વંચિત રહી જાય છે. એટલે મુખ્યતા કોને આપવી ? Priority કોને આપવી એ તો બહુ શરૂઆતથી જ નક્કી કરવા જેવો વિષય છે. કેમકે બે જ Priority છે. એક First અને એક Last અનાદિથી સંયોગની મુખ્યતા First priority માં રહી છે. આત્મહિત છે એ છેલ્લી કક્ષાએ રહ્યું છે. એના બદલે સર્વપ્રથમ અગ્રતા આપવી તો જ આખો સંસાર ગૌણ થાય. જેને આખો સંસાર ગૌણ થાય તેને જ સંસારનો અભાવ થાય. જે સંસારને ગૌણ પણ ન કરી શકે એને અભાવ થવાનો તો અવસર આવે જ નહિ. એ વાત સ્પષ્ટ છે.