________________
૪૩૪
રાજહૃદય ભાગ-૧૩
જરાપણ આઘુંપાછું કે ઊણુંઅદકું ન જોવું. જે જેમ છે તેમ જ માત્ર જોવું. એવો જે પ્રકાર છે એ મધ્યસ્થ પ્રકાર છે કે જેની અંદર કાંય પણ પક્ષ કરીને, રાગ કરીને ખેંચાવાનું કે દ્વેષ કરીને, ખેદ કરીને ખેંચાવાનું બને નહિ. એવી એક જ્ઞાનની મધ્યસ્થતા છે.
એક દૃષ્ટાંત આપું તો ગુરુદેવશ્રી'નો બહુ સરસ દૃષ્ટાંત છે. ‘દ્રવ્યદૃષ્ટિપ્રકાશ’ પહેલી આવૃત્તિ પ્રકાશન વખતે છપાઈને તૈયાર થઈ ત્યારે સોગાનીજી” વિષેનો અભિપ્રાય લેવા માટે બે શબ્દો એમના વિષે ગુરુદેવ’ લખી આપે તો એમના જ હસ્તાક્ષરમાં છાપવા, એવા ઉદ્દેશથી (એક મુમુક્ષુ) ગુરુદેવ' પાસે ગયા હતા. ‘ગુરુદેવ’ને વિનંતી કરી કે સાહેબ ! પુસ્તક તૈયાર થઈ ગયું છે અને આપ પણ કાંઈ બે અક્ષર એમના માટે લખી ક્યો તો અમારે પુસ્તકની અંદર મૂકવા છે. એ લખેલા અક્ષર તો આજે મોજૂદ છે કે ‘નિહાલભાઈ સોગાની'નો આત્મા સારા સંસ્કાર લઈને અહીંથી ગયો છે.
‘ગુરુદેવ’ને એ ખબર હતી કે આ લોકો એને જ્ઞાની માને છે. એ વાત થોડી પ્રચલિત થઈ ગઈ હતી. પણ ‘ગુરુદેવ’ના હાથમાં એ પુસ્તક હજી આવ્યું નહોતું. એટલે ખબર હતી છતાં પોતે લખ્યું નહિ કે જ્ઞાની છે. માત્ર અહીંથી સંસ્કાર ગ્રહણ કરીને ગયા છે કે જે ભવિષ્યમાં જ્ઞાની થઈ શકે. એવો જ્ઞાનીનો યોગ ન મળે તોપણ થઈ શકે. અહીંયાં યોગ મળી ગયો છે એમને અને અહીંયાં સંસ્કાર લઈ લીધા છે. ‘ગુરુદેવશ્રી’એ એટલી વાતનો સ્વીકાર આપેલો. વાત સંતોષ થાય એવી તો નહોતી. એટલે વાંચ્યું. વાંચ્યું એટલે ‘ગુરુદેવે’ Mark કર્યું કે વાંચીને આના ચહેરા ઉપર વાત શું આવે છે ? તો અસંતોષ જોયો. (એ ભાઈના) મોઢા ઉ૫૨ અસંતોષ જોયો. બોલે તો નહિ, ‘ગુરુદેવ’ને કહેવાય પણ નહિ કાંઈ. પણ ‘ગુરુદેવ’ તો બહુ વિચક્ષણ હતા. સમજી ગયા કે આ ભાઈને લખી દીધું છે પણ સંતોષ થયો નથી. એટલે પોતે ખુલાસો કરી દીધો. આ જ્ઞાનની મધ્યસ્થતા શું છે ? એ આપણા વિષય અનુસંધાન સાથે વાત અહીંયાં મળે છે. પૂછ્યા વગર ખુલાસો કર્યો, અસંતોષ જોઈને.
?
જુઓ ! અહીં તો જેટલું જ્ઞાનમાં આવે એટલું કહેવાનું હોય. વધારે પણ નહિ અને ઓછું પણ નહિ. એટલું કહી દીધું. વાત પતી ગઈ. પુસ્તક છપાઈ ગયું. ‘ગુરુદેવશ્રી’ના હાથમાં આવી ગયું. વાંચ્યું. વાંચ્યા પછી ‘સોગાનીજી’ના ભાવો એમણે વાંચ્યા. પુસ્તક નથી વાંચ્યું પણ ભૂતકાળમાં જે ભાવોથી એમની વાણીમાં