________________
૪૨૨
રાજહૃદય ભાગ-૧૩
ચાલુ ભાષામાં નથી વપરાતો. જૈનશાસ્ત્રની પરિભાષાનો આ શબ્દ છે. પારિભાષિક શબ્દ છે. તેવા કોઈ આપ્તપુરુષ. કોઈ આપ્તપુરુષ હોય. પછી એ શાની સમ્યગ્દષ્ટિ હોય, નિગ્રંથમુનિ હોય, તીર્થંકરદેવ હોય. પણ અહીંયાં તો સત્પુરુષ લેવા કેમકે અહીંયાં એ પ્રવૃત્તિમાં છે. નિથને પ્રવૃત્તિ નથી, અરિહંતને પ્રવૃત્તિ નથી. એટલે અહીંયાં આપ્તપુરુષનો અર્થ જ્ઞાનીપુરુષ લેવા છે, સત્પુરુષ લેવા છે કે જે ચતુર્થ ગુણસ્થાને બિરાજમાન હોય છે.
તેવા કોઈ આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયોગથી..' એટલે એવા પ્રકારના કોઈ પૂર્વકર્મના યોગે પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય,...' એમને એવો સંયોગ હોય કે જેને પરિગ્રહ કહેવાય. ભાઈ ! આ Bank balance એમનું છે. આ ખાતામાં ૨કમ જમે પડી છે એ એમના નામે છે, આ એમના કપડા છે, આ એમનું ઘર છે, આ ઘરની માલિકી એમની ગણાય છે. એ બધો પરિગ્રહ સંયોગાદિમાં વચ્ચે વર્તતા દેખાતા જોવામાં આવતા હોય. તો તેવા પુરુષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય ?” હવે એમણે એક જ પ્રશ્નને ઉલટાવ્યો છે. ખરી વાત તો. એવા પુરુષને જ્ઞાનદશા છે કે જે પુરુષ પૂર્વ પ્રારબ્ધના યોગથી બીજા સામાન્ય મનુષ્યોની જેમ જ પરિગ્રહ અને સંયોગની વચ્ચે જોવામાં આવતા હોય તો એ પુરુષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય ?’ કઈ રીતે જાણી શકાય ? એમ કહ્યું. એક તો જાણવાની રીત શું ? આ પ્રશ્ન છે.
જ
બીજો કે તે પુરુષ આપ્ત (પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય) છે,...' પરમાર્થ અર્થે એટલે આત્મકલ્યાણ અર્થે પ્રતીતિ ક૨વા યોગ્ય છે, વિશ્વાસ કરવાયોગ્ય છે, ભરોસો કરવા યોગ્ય છે. અથવા જ્ઞાની છે, એમ કયા લક્ષણે ઓળખી શકાય ?” એના લક્ષણ શું ? એક તો કઈ રીતમાં એ એનો પેટા વિભાગ છે. ગમે તે રીત હોય પણ એના લક્ષણ જો ન હોય તો એ લક્ષણ વગરની એ રીત પણ પર્યાપ્ત નથી. માટે એના કયા લક્ષણો હોય કે જે લક્ષણ દ્વારા એને જ્ઞાનદશા છે એમ ઓળખી શકાય ? એટલે રીત અને રીતમાં લક્ષણની વાત પણ સ્પષ્ટ કરી. લક્ષણ વગરની રીત નહિ પાછી. જ્ઞાનદશાના કોઈ લક્ષણો પણ એના તપાસવા જોઈએ, એમ કહે છે.
ત્રીજું, ‘કદાપિ કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગયોગથી એમ જાણવામાં આવ્યું,...' હવે પોતે અજાણ્યો છે પણ કોઈ બીજા મુમુક્ષુએ એમ કહ્યું કે, ભાઈ ! આ જ્ઞાની છે. તમારે જો સત્સંગ કરવો હોય તો આ જ્ઞાનીપુરુષ છે. ભલે એ આરંભપરિગ્રહમાં દેખાતા હોય છે, પણ એ જ્ઞાની છે એમ જાણવામાં આવ્યું, તો તે