________________
પત્રાંક-૬ ૭૯
તા. ૨૧-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૯ પ્રવચન નં. ૩૦૫
૩૧૭
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્રાંક-૬૭૯, પાનું-૪૯૬. પહેલેથી પત્ર જ ફરીથી લઈએ.
ૐ સદ્ગુરુચરણાય નમઃ. આત્મનિષ્ઠ શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. ફાગણ વદ ૬ના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો.’ પાંચ પ્રશ્નોના ઉત્તર આ પત્રમાં એમણે આપ્યા છે. ફાગણ વદ ૬ના પત્રનો ઉત્ત૨ ફાગણ વદ ૯મે એ રીતે આપ્યો છે કે હવે પછી થોડા વખતમાં તમને તમારા લખેલા પ્રશ્નોનો થોડા દિવસોમાં બનશે તો કેટલાક પત્રોમાં ઉત્તર લખી શકીશું.
પહેલો પ્રશ્ન નિરાવરણજ્ઞાન સંબંધીનો હોવા યોગ્ય છે. પ્રશ્નો આપણી પાસે નથી. પણ ઉત્ત૨ ઉપ૨થી આપણે અનુમાન કરી શકીએ કે પહેલો પ્રશ્ન નિરાવરણજ્ઞાન કોને કહેવું ? (એ હોવા યોગ્ય છે).
ક્ષયોપશમ વધે, જ્ઞાનાવરણીનું આવરણ એટલું ખસે એને નિરાવરણજ્ઞાન કહેવું ? કે નિરાવરણજ્ઞાન કહેવાનો કોઈ બીજો પ્રકાર છે ? સામાન્ય રીતે શાસ્ત્રના અને કરણાનુયોગના અભ્યાસી જીવો જ્ઞાનાવ૨ણીનો ક્ષયોપશમ થાય એટલે જ્ઞાનાવરણી જેટલું ખસે એટલું જ્ઞાન નિરાવરણ થયું એમ આગમપદ્ધતિથી માને છે. અહીંયાં ઉત્તર અધ્યાત્મપદ્ધતિથી છે, આગમપદ્ધતિથી નથી. જ્ઞાનાવરણી જેટલું ખસે એટલું જ્ઞાન આવ૨ણ ઘટે, આવરણ જ્ઞાનને ઘટે એ વાત આગમપદ્ધતિએ બરાબર છે તોપણ અહીંયાં એ પૂછવાનો પણ અભિપ્રાય નથી અને એ કહેવાનો પણ અભિપ્રાય નથી.
અહીંયાં કહે છે કે જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે,...' અથવા અનુભવનું આવરણ ખસ્યું છે, લ્યો ! જાણવું, ઘણું જાણવું, વધુ જાણવું, સર્વ જાણવું. એ જાણવાના વિશેષતા સાથે કષાયની મંદતાને સંબંધ છે. એમાં નિમિત્ત કષાયની મંદતા પડે છે. જેમ જેમ ઊઘાડ વધતો જાય છે. કષાયની મંદતા વધે તો સામે