Book Title: Tilakamanjiri Part 2
Author(s): Dhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri
Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad
View full book text
________________
संक्षिप्त भावार्थ
પ
વહાણવટીઓને પણ ત્યાં જવું મુશ્કેલ પડે છે. ત્યાં જતાં વચ્ચે મોટી મોટી ભીષણ ભેખડો આવે છે, અને એ તરફ પાણીના તરંગો પણ એટલા બધા ઊંચે ઉછળે છે કે ભલભલા વિચક્ષણ સુકાનીને પણ મુશ્કેલીમાં મુકાઈ જવું પડે. આથીજ મન જરા પાછું પડે છે, છતાં આપની ત્યાં જવાની ઉત્કટ ઈચ્છા જ હોય તો ખુશીથી પધારો.’
આ હકીકત સાંભળીને હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તારકે તે તરફ હોડી હંકારી. જોતજોતામાં તારકે સાવધાનીપૂર્વક ઘણો રસ્તો કાપી નાખ્યો. થોડીવારમાં તો તે પર્વતને પ્રદક્ષિણા કરી જે તરફથી વાજિંત્રનો મધુરધ્વનિ સંભળાતો હતો તે તરફ હોડીને વાળી, એટલામાં તો સંભળાતો અવાજ એકદમ બંધ થઈ ગયો.
તારકે કહ્યું—“કુમાર ! આપણને માર્ગ બતાવનાર સંભળાતો વાદ્યનિ બંધ પડ્યો છે, શું કરવું ? આમનેઆમ લક્ષ્યવિના નૌકા ચલાવ્યા જ કરવી કે પાછી વાળવી ?
જે ત્યાં જવાનો આપે દઢનિર્ણય કર્યો હોય તો પર્વતની પાસે પાસે આ માર્ગ દેખાય છે. ત્યાંથી કદાચ તે સ્થાને પહોંચી શકાય પણ આવી ભયજનક પરિસ્થિતિમાં મૂકાવું ન હોય તો પાછા ફરવું એજ આપણને શ્રેયસ્કર છે. વળી, બધા આપણી રાહ જોઈ રહ્યા હશે ? અને અનેક સંકલ્પ વિકલ્પમાં મશગૂલ અની શોકાતુર અન્યા હશે !
જો કે આ રત્નકૂટ પર્વતનું વર્ણન અદ્ભુત અનેક આશ્ચર્યોથી ભરેલું છે. એવાં અનેક દૃશ્યો છે. વધારે કહેવાથી શું ? જોશો ત્યારેજ તેની અપૂર્વતા સમજાશે,
***
હવે આપણે
તારકની વાત સાંભળીને મારા દુઃખનો પાર રહ્યો નહીં. જાણે માથે વજ્ર પડ્યું હોય અને જે દુઃખ થાય તેના કરતાં પણ અધિક દુઃખ થયું. ‘શું મારા મનની ભાવના મનમાં જ સમાઈ જશે? ના ના શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી તો નહીં જ સમાવા દઉ' એ રીતે મૈં મનને મક્કમ કરી તારકને કહ્યું: જે થવાનું હશે તે થશે? તું તો તે તરફ ડોડીને હંકાર.’
એટલામાં તો રાત પણ જોતજોતામાં પસાર થવા આવી. પૂર્વદિશામાંથી સૂર્યનાં સહકિરણો પૃથ્વી પર પથરાવા લાગ્યાં અને સુવેલાદ્રિ પર ચાલતું ખેચરેન્દ્રોનું ટોળું દૃષ્ટિગોચર થયું. હોડી પણ એકદમ પર્વત પાસે આવી પહોંચી. પર્વતના નીચાણ પ્રદેશમાં દૂરથી એક દિવ્યમંદિર જોવામાં આવ્યું ત્યારે મારા આનંદનો પાર ન રહ્યો. મનની ઉત્કટ ભાવના મહા પરિશ્રમે પણ પૂર્ણ થશે અને આપણી યાત્રા સફળ થશે એવા આનંદજનક ઉદ્ગારો મેં તારકને સંભળાવ્યા.
તારકે પણ હસી કહ્યું:—કુમાર ! આપણે હવે આ દિવ્યમંદિરમાં કઈ રીતે જઈ શકીશું? જે આ ઊંચું દ્વાર દૃષ્ટિગોચર થાય છે, તેની પાસે જ મનોહર પગથિયાંની પંક્તિ છે; પરંતુ તેને ફરતો કિલ્લો આડે આવતો હોવાથી જવું મુશ્કેલ છે. વળી આ નાની નાની બારીઓ પણ ઘણી ઊંચી હોવાથી જવા માટે નકામી પડે છે. એટલે થોડીવાર આપણે અહીં જ થોભી જઈ એ. કોઈ પણ અહાર આવે તો તેને પૂછીને આપણે અંદર જઈશું, અને પૂર્ણ ભક્તિથી દેવાચન કરીશું. એટલામાં તો નારીઓના નૂપુરનો ( ઝાંઝરનો ) મધુર અંકાર સંભળાયો અને કિલ્લાના એક વિભાગ પર એ નારી સમૂહ જોવાયો. તેમાં સોળાવર્ષની એક સુંદર કન્યા પોતાના પરિવાર સાથે મારા જોવામાં આવી.'
આ રીતે સમરકેતુ અપૂર્વ કથારસનું સુંદર પાન સહુને કરાવી રહ્યો હતો, એટલામાં તો હસતી હસતી પ્રાતિહારીએ આવી હરિવાહનને કહ્યું—
wwwwwwww
‘કુમાર ! આપે યુવરાજ સમરકેતુની અપૂર્વ અને મધુરી અદ્ભુત વાર્તાનું કર્ણામૃત પીધું હશે પણ હવે આપ ક્ષણવાર નયનામૃત પણ પીઓ.
એમ કહી જમણા હાથે વસ્ત્રના ઈંડામાંથી એક દિવ્ય ચિત્રપટ કાઢીની કુમારને આદર સાથે અર્પણ કર્યું.
[ અપૂર્ણ, ]