Book Title: Tilakamanjiri Part 2
Author(s): Dhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri
Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad
View full book text
________________
संक्षिप्त भावार्थ
- કોઈક વહાણવટીની આ કન્યા સમુદ્રમાં વહાણ ભાંગી જવાથી ડૂબતી જળકેતુના હાથમાં આવેલી છે જેનું તેણે પુત્રી તરીકે પાલન કરી મોટી કરેલી છે.”
દેશમાં પાછો લઈ જવા માટે સાથે આવેલા સાથીદારોએ-વ્યાપારીઓએ પણ પુષ્કળ કહ્યું. દેશમાંથી પણ સગાંવહાલાંઓના ઠપકાના સંદેશાઓ આવ્યા, છતાં પણ પ્રિયદર્શનને વશ પડેલો એ શરમને મા સ્થિર થઈને અહીં જ રહ્યો છે. પોતાના દેશમાં ગયો જ નથી.
એક વેળા આપના પૂજ્ય પિતાશ્રી ચંદ્રકેતુ મહારાજાની રાજસભામાં તે આવ્યો. તેના આગલા વૃત્તાંતથી વાકેફ થયેલા મહારાજાએ તેનાં રૂપગુણ અને ભવ્ય આકૃતિ જોઈ પ્રેમપૂર્વક બોલાવ્યો અને નાવિકોનો મુખ્ય નાયક બનાવ્યો. થોડા જ સમયમાં વહાણ ચલાવવાની કળા તેણે શીખી લીધી, અને નાવિકના કામમાં પૂરેપૂરો પ્રવીણ બન્યો. સમુદ્રમાં ખૂબ ખૂબ મુસાફરી કરી. તેણે અનેક દ્વીપ જોયેલા છે. કોઈપણ જળમાર્ગ એનાથી અજ્ઞાત નથી.
કુમાર સમરકેતુ! તે જ આ પિત છે” ચાલાક અને યોગ્ય હોવાથી આપની નિકા ચલાવવાનું કામ એનેજ સપિ. સહેલાઈથી આપ આ સમુદ્ર તરી શકશે અને એની મદદથી મુશ્કેલીભરેલાં કાર્યો પણ સહેલાઈ પાર પાડી શકાશે.”
આમ પરસ્પર વાર્તાલાપ ચાલતો હતો, એટલામાં તો તારક મારી નજીક આવી, નમન કરી, નમ્રતાથી બોલ્યો-“યુવરાજ ! આપની વિજયયાત્રાની ઉઘોષણા થતાંની સાથે જ સજ્જ થઈ અહીં આવેલો છું. બધાં વહાણો અન્ન, પાણી લાકડાં વગેરેની વિવિધ સામગ્રીથી ભરી દીધાં છે અને આપને માટે “વિજયયાત્રા' નામનું મોટું વહાણ તૈયાર કરેલું છે. વિલંબ ન હોય તે સુખેથી આપ તેમાં પધારો.”
એ સાંભળીને તત્કાળ હું રાજકુટુંબ સાથે ત્યાંથી નીકળી સમુદ્રતીરે આવ્યો. વળવા આવેલા સૌને વિસર્જન કર્યા પછી સમુદ્રને પ્રણામ કરી તારકે તૈયાર કરેલા “વિજયયાત્રા” વહાણમાં ઉચિત સ્થાને બેઠો. સાથે આવનારા રાજકુમારો પણ પોતપોતાના વહાણમાં બેઠા. મારા વહાણની સાથે તે બધાં વહાણો વીંટાઈ વળ્યાં. પ્રયાણને મંગળશંખ ફૂંકાયો. બીજાં અનેક વાજિત્રોના અવાજો ગગનમાં ગાજવા લાગ્યા. વહાણે જોસભેર ત્યાંથી રવાના થયાં, અને સુવેલ પર્વત નજીક આવી પહોંચ્યાં. ત્યાંજ પડાવ કર્યો. રામાયણ પ્રસિદ્ધ કેટલાંક લંકાનગરીના સીમાડામાં આવતાં સ્થળો જોવાયાં.
પહેલે જ દિવસે પર્વતક નામના ભિલપતિને પરાસ્ત કરી, અત્રિ નામના પુત્ર “ગુર?” યુવરાજ ક્યાં છે? એમ પૂછતા મારી નૌકા પર આવ્યા અને કહ્યું –
કુમાર ! સેનાધિપતિ વિજ્ઞપ્તિપૂર્વક જણાવે છે કે-આ ડાબી બાજુએ પંચશેલક દ્વીપના અલંકારભૂત રત્નકૂટ નામે મોટો પર્વત છે. જાનકીના વિરહાનલથી જાજ્વલ્યમાન થયું છે અને જેનું એવા રામચંદ્રજીની આજ્ઞાથી હનુમાનજીએ મેરૂમાંથી નલનામના સેનાધિપતિને લાવી આપ્યો હતો. એ સેનાધિપતિએ પણ પાષાણવાળા પર્વતોની સાથે પૂલરૂપે અને જેડ વ્યાજબી નથી એમ સમજીને સમુદ્રમાં એકબાજુએ મૂક્યો હતો. તે આ રતટનામે પર્વત તેમાં અનેક આશ્ચર્યો જોવા જેવો છે. વિશ્રામને યોગ્ય પણ આ સ્થાન છે.'
ત્રણ-ચાર દિવસ અહીં સ્થિરતા કરવાથી થાક પણ ઊતરશે અને ખૂટી ગયેલી ચીજવસ્તુઓ પણ લઈ લેવાશે. કુમારને આ વાત રૂચી ગઈ. પડાવ નાખવા માટે ભેરી વગાડવાને હુકમ પણ કરી દીધો.
ભેરીનો ગગનભેદી નાદ સાંભળતાં જ સહુ થંભી ગયા. પડાવના સ્થાને પહોંચતાં લોકોનો કોલાહલ પુષ્કળ થઈ રહ્યો. તેવામાં એ પર્વતના અગ્નિ ખૂણામાંથી દિવ્યસંગીત સંભળાવવા માંડ્યું. એ સંગીતમાં એકતાને થયેલા તારકને મેં કહ્યું – “તારક! આ અપૂર્વ સંગીત મારા મનને આકર્ષી રહ્યું છે, પણ તું થાકેલો છે એટલે હવે તને કહેવું યોગ્ય નથી; છતાં તું ને તૈયાર થતો હોય તો આપણે તે સ્થળે જઈએ અને જોઈએ તો ખરા કે શું છે? કારણકે, કોઈ પણ પ્રકારના મહોત્સવ વિના આવું સંગીત હોય નહીં.”
કુમારની ઇચ્છા સાંભળીને તારકે કહ્યું – યુવરાજ! પહેલાં પણ આ ધ્વનિ અમે સાંભળ્યો હતો, અને ત્યાં જવાની ઉત્કટ ભાવના થઈ હતી, પરંતુ એ પર્વતની ચારેતરફ ફરતો સમુદ્રને કોટ છે. મોટા મોટા
જન
*
*