________________
અષ્ટક પ્રકરણ
૧-મહાદેવ અષ્ટક
છે કે-“શરીર-મનના અભાવમાં દુઃખનો અભાવ છે.” શરીરથી સહિત હોવાથી દુઃખના સંભવમાં દેવનું મહત્ત્વ કેવું હોય ? “સઘળા સ્થળે ઇશ્વરની ચહ્યું છે. સઘળા સ્થળે ઇશ્વરનું મુખ છે, સઘળા સ્થળે ઇશ્વરના બાહુ છે, સઘળા સ્થળે ઇશ્વરના ચરણો છે.” (શુક્લ યજુર્વેદ માધ્યન્દિન સંહિતા-અધ્યાય-૧૭ મંત્ર ૧૯) આવા પ્રકારના આ વાક્યનો જે પ્રમાણે અર્થ સંભળાઇ રહ્યો છે તે પ્રમાણે અર્થનો સ્વીકાર કરવાથી જેઓએ શરીરને આશ્રયીને મહાદેવના મહત્ત્વને સ્વીકાર્યું છે તેમના મતનું “શરીરના સર્વ અંગોથી રહિત છે.” એવા ઉલ્લેખથી ખંડન કર્યું. કારણ કે આવા પ્રકારના મહાદેવનો અસંભવ છે. કારણ કે વિશ્વ બધી તરફ મહાદેવની ચક્ષુથી જ વ્યાપ્ત હોવાથી તથા ચક્ષુ સિવાય અન્ય અંગો આધારથી રહિત થવાથી તેમના અભાવનો પ્રસંગ આવે. તથા તે જ અંગોથી અન્ય વાક્યથી બીજા પ્રકારના દેવનું મહત્ત્વ કહેવાથી સ્વમતની સાથે વિરોધ આવે. કહ્યું છે કે-“જે હાથ-પગથી રહિત છે, મન વિના જાણે છે, ચક્ષુ વિના જુએ છે, કાન વિના સાંભળે છે, તે વિશ્વને જાણે છે, તેને કોઇ જાણતું નથી. તેને મુખ્ય અને મહાન પુરુષ કહે છે.”
બીજાઓ તો આ પ્રમાણે વ્યાખ્યા કરે છે– “ક્લિષ્ટ કર્મકળાઓથી રહિત' એ વિશેષણથી જેમણે ઘાતકર્મોનો ઘાત કર્યો છે તેવા ભવસ્થ કેવલી જાણવા. “સર્વ પ્રકારે નિષ્કલ” એ વિશેષણથી જેમના ભવોપગ્રાહી કર્મોનો ક્ષય થઇ ગયો છે તેવા સિદ્ધ કેવલી જાણવા.'
સર્વ દેવોને પૂજ્ય છે– જે ભવનપતિ વગેરે સઘળા દેવોને પૂજ્ય છે. વીતરાગતા વગેરે ગુણોથી યુક્ત દેવ દેવો વગેરેથી પૂજાય જ છે. દેવપૂજ્ય હોવાથી જ તેની પ્રતિમાઓ પણ પૂજ્ય છે. અથવા સર્વતિવાના પદનો બીજી રીતે અર્થ આ પ્રમાણે છે- તે-તે દર્શનનો સ્વીકાર કરનારા જેમને વિષ્ણુ અને મહાદેવ વગેરે સઘળા દેવો સ્તુતિ કરવા યોગ્ય છે તે સર્વદેવો, અર્થાત્ પોતે સ્વીકારેલા તે તે દેવોને પૂજનારા જીવો જ અહીં સવાનામ્ પદથી વિવલિત છે. તેવા જીવો સમૂહની અપેક્ષાએ બૌદ્ધો (=બુદ્ધને પૂજનારા)વગેરે છે. તેમને જે પૂજ્ય છે તે મહાદેવ છે. કારણ કે બોદ્ધો વગેરે પોતપોતાના ઉપદેશકોને પૂજતા હોવા છતાં જેનું લક્ષણ (હમણાં જ) કહ્યું છે તે મહાદેવને જ પૂજે છે. તે આ પ્રમાણે – બુદ્ધ વગેરેના ઉપદેશથી સ્વર્ગ-મોક્ષનો સંબંધ (=વર્ગ-મોક્ષની પ્રાપ્તિ) થશે એમ માનતા તેઓ તેને (=પોતપોતાના ઉપદેશકને) પૂજે છે. ઉપદેશ ઉપેયનો (સાધ્યનો) અવિસંવાદી ( વિરોધથી રહિત) હોવો જોઇએ. ઉપયનું જ્ઞાન હોય અને વીતરાગપણું-વીતષપણું હોય તો જ ઉપદેશ ઉપેયનો અવિસંવાદી બને. અન્યથા ન બને. તેથી પોતપોતાના ઉપદેશકોને પૂજનારાઓ પોતાના ઉપદેશકમાં સર્વજ્ઞપણું વગેરે ગુણનો અધ્યારોપ કરીને (=ગુણ છે એમ માનીને) તેને પૂજે છે. આથી પરમાર્થથી (જનું લક્ષણ હમણાં કહ્યું છે) તે મહાદેવ જ પૂજિત થાય છે. આથી “જે સર્વદેવોને પૂજ્ય છે” એમ જે કહ્યું છે તે બરોબર કહ્યું છે.
જે સઘળા યોગીઓને ધ્યાન કરવા યોગ્ય છે– સઘળા અધ્યાત્મચિંતકોને ધ્યાન કરવા યોગ્ય છે. યોગીઓ પણ વીતરાગતા વગેરે ગુણોના ગૌરવથી યુક્તનું જ ધ્યાન કરે છે. તેવા દેવ તો ઉક્ત રીતે અરિહંત જ છે.
જે સર્વનીતિઓના અષ્ટા છે– સ્રષ્ટા એટલે બતાવવા દ્વારા ઉત્પાદક. સર્વનીતિઓ એટલે નૈગમ વગેરે સઘળા નયો, અથવા સામ-દામ-દંડ ભેદરૂપ સર્વ નીતિઓ. બતાવવા દ્વારા જે સર્વનીતિઓના ઉત્પાદક છે તે મહાદેવ છે.
પૂર્વપક્ષ– ઋષભદેવ જ લોકવ્યવહાર માટે સામ વગેરે નીતિના સા છે. આથી તે જ મહાદેવ છે, અજિતનાથ વગેરે મહાદેવ નથી.