________________
અષ્ટક પ્રકરણ
૨૦
૧-મહાદેવ અષ્ટક
છે. આથી પુરુષમાં પદાર્થ માત્રની ચેતના =જ્ઞાન) પણ ન હોય, તો પછી સર્વશપણું ક્યાંથી હોય ? આ પક્ષ શ્રેષ્ઠ નથી. કારણ કે ચેતન સ્વરૂપ પુરુષનો સ્વીકાર કર્યો છતે ચેતનામાં બાધા કરનારી પ્રકૃતિના વિયોગમાં પુરુષને સર્વજ્ઞ તરીકે જ સ્વીકારવાનું યુક્ત છે.
બુદ્ધમાં સર્વાપણાનો નિષેધ તથા સર્વજ્ઞ શબ્દના ઉલ્લેખથી જ બુદ્ધના પણ મહાદેવપણાનો નિષેધ કર્યો છે. કારણ કે બુદ્ધ કંઇક જાણનારો છે. (બધું જાણનારો નથી.) તેના શિષ્યો કહે છે કે-“ઇશ્વર સઘળા પદાર્થોને જાણે કે ન જાણે, પણ ઇષ્ટતત્ત્વને ( મોક્ષને અને મોક્ષના ઉપાયને) જાણો એટલું બસ છે. ઇશ્વરનું કીડાઓની સંખ્યા સંબંધી જ્ઞાન અમને ક્યાં ઉપયોગી છે ? અર્થાત્ ક્યાંય ઉપયોગી નથી.” (સાદ્વાદમંજરી શ્લોક ૧ની ટીકામાં)
વળી તેનું કંઇક જાણવાપણું પણ ઘટતું નથી. કારણ કે સકલ સ્વ-પર પર્યાયોથી વિશેષ કરેલા એક પણ પદાર્થને સર્વજ્ઞપણા વિના જાણવાનું અશક્ય છે. જેથી કહ્યું છે કે-“જેનાથી એક પદાર્થ બધી રીતે જણાયો છે તે જ સર્વને બધી રીતે જાણે છે. જેણે બધા પદાર્થોને બધી રીતે જાણ્યા છે તે જ એકને બધી રીતે જાણે છે.'
પૂર્વપક્ષ– સર્વજ્ઞનો સંભવ જ નથી. કારણ કે સર્વજ્ઞની વિદ્યમાનતાના સાધક પ્રમાણોથી તે જાણી શકાય તેવો નથી. કોની જેમ ? સસલાના શિંગડાની જેમ. કહ્યું છે કે “સર્વશના જ્ઞાનથી જાણવા યોગ્ય પદાર્થના શાનથી રહિત એવા તત્કાલીન (=સર્વશના કાળમાં થયેલા) પણ બોધ કરનારા પુરુષો “આ સર્વા છે' એમ જાણવા સમર્થ નથી.”
ઉત્તર પણ તમે કહ્યું તે બરોબર નથી. કારણ કે સર્વજ્ઞની વિદ્યમાનતાના સાધક પ્રમાણોથી તે જાણી શકાય તેવો નથી એવો જે હેતુ આપ્યો તે હેતુ અસિદ્ધ છે. તે આ પ્રમાણે- જે પદાર્થો હાનિના સ્વભાવવાળા (અલ્પ ક્ષય પામવાના સ્વભાવવાળા) છે તે પદાર્થો સંપૂર્ણ ક્ષયવાળા પણ સંભવે છે. જેમ કે-સામગ્રીવિશેષથી વસ્ત્ર અને રત્નના મળ વગેરેનો અલ્પ ક્ષય થાય છે તો સંપૂર્ણ ક્ષય પણ થાય છે. જ્ઞાનાવરણ વગેરે હાનિના સ્વભાવવાળા છે, એથી તેમનો સર્વથા ક્ષય પણ સંભવે છે. તેમનો સર્વથા ક્ષય થયે છતે સર્વશપણું વગેરે થાય જ છે. જ્ઞાનાવરણ વગેરેનો હાનિસ્વભાવ અસિદ્ધ નથી, અર્થાત્ સિદ્ધ છે. કારણ કે પોતાના પ્રવાહમાં પણ જ્ઞાનાદિના ઉપચ વિશેષની (=વૃદ્ધિવિશેષની) અનુભૂતિ થવાથી જ્ઞાનાદિના આવરણના હાનિવિશેષની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે“દોષ અને આવરણની અતિશયપણે હાનિ થવાથી સંપૂર્ણ હાનિ થાય છે. જેમકે, ક્યાંક પોતાના હેતુઓથી બાહ્ય અને આંતરિક માલનો સર્વથા ક્ષય થાય છે.” તથા “જે આ બંધ-મોક્ષ-પરલોક વગેરે અતીન્દ્રિય ( ઇંદ્રિયોથી ન જાણી શકાય તેવા) પદાર્થો છે તે અનુમાનનો વિષય હોવાથી (=અનુમાનથી જાણી શકાતા હોવાથી) કોઇકને પ્રત્યક્ષ છે. જેમ કે અગ્નિ વગેરે. (અગ્નિ વગેરે અનુમાનથી જાણી શકાય છે માટે કોઇકને પ્રત્યક્ષ છે. તેમ પરલોક વગેરે અનુમાનથી જાણી શકાતા હોવાથી કોઇકને પ્રત્યક્ષ છે.) કહ્યું છે કે-“સૂમ, આંતરે રહેલા અને દૂર રહેલા પદાર્થો કોઇકને પ્રત્યક્ષ છે. જેમકે-અનુમાનથી જાણી શકતા હોવાથી અગ્નિ વગેરે પદાર્થો કોઇકને પ્રત્યક્ષ છે. આ પ્રમાણે સર્વાની સત્તા=વિદ્યમાનતા છે.” • ૧. નો પf ગાઇફ સદ્ધરાજ જે સર્ષ ગાળશે પf નાઇફ જે એકને જાણે છે તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે તે
એકને જાણે છે. (આચારાંગ પ્રશ્ન.. ૩. ઉ.૪). ૨. અહીં દોષ શબ્દથી મોહનીય કર્મના ઉદયથી થનારા રાગાદિ દોષો સમજવા. આવરણ શબ્દથી જ્ઞાનાવરણ વગેરે સમજવું.