________________
અત્યંત દારૂણ ઘટનાને કારણે અતિ ખેદ ખિન થયેલી સુલતાના અંતર પ્રદેશમાં શ્રદ્ધાનું બળ પ્રેરક હતું.
સારથીની સંભાળ માટે પોતે ગૃહત્યાગ કરી શકતી નથી. પણ તેમાં શ્વાસે શ્વાસે વીરનું રટણ. તે જ તેનું આશ્વાસન છે.
સારથીના મૃત્યુ પછી સુલસાએ હવેલીઓને સંત આરાધનભવન બનાવી દીધું. અને તેમની સેવામાં લાગી ગઈ, વયવૃદ્ધતાને કારણે પ્રવજ્યા ગ્રહણ ન કરી શકયા આખરે ગૌતમસ્વામી પાસે સર્વ પાપોની આલોચના કરી સંલેખના કરી સદ્ગતિ પામી.
૪. શમ-ઉપશમ સમક્તિનો રથ .
(દષ્ટાંત શ્રી કુમારપાળ રાજાનું છે.) જૈનદર્શન અન્વયે સમ્યગ્દર્શન-સમક્તિ પ્રાપ્તિ પછી કરેલા ધર્મ અનુષ્ઠાનો શુદ્ધધર્મ-નિર્જરારૂપ ધર્મ મનાય છે.
ઉપશમ જો કે મોહનીયકર્મોનો થાય છે. જીવનમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય તો ક્ષયોપશમવાળા, અચલરૂપે પ્રગટ જ છે. મોહનીયના ઉપશમ કે ક્ષયોપશમ વિના તેમની શક્તિ સંસારાભિમુખ રહે છે.
રાગ દ્વેષની તીવ્ર માત્રાની ગ્રંથિને ભેદી જીવ જયારે સમ્યકત્વ પામે છે ત્યારે તેની અંતર-બાહ્યદશા જ પલટાઈ જાય છે. અને જીવનમાં મહાન ચમત્કૃતિ સર્જાય છે.
આઠે કર્મમાં મોહનીય બધા કર્મોનો સરસેનાપતિ છે. તે હણાય પછી લશ્કર નમે છે. આ મોહનીયકર્મનું મુખ્ય કાર્ય સંસારમાં સુખ છે તેવો ભાસ કરી જીવના જ્ઞાનને રોકી રાખે છે. કોઈ વિરલા જીવો તે સુખાભાસને ભેદી શકે છે.
કોઈ સગુરુ યોગે-બોધે જીવ તે ગ્રંથિને ભેદવા સમર્થ થાય છે, ત્યારે સધર્મને પામે છે. જે ધર્મ મુક્તિ સુધી પહોંચડવા સમર્થ છે.
શ્રી હેમચંદ્રાચાર્યની છત્રછાયાને વરેલા કુમારપાળરાજા સીત્તેર વર્ષની વયે રાજ્યગાદીએ આવ્યા અને ગુરુના ઉપદેશથી ધર્મ પામી
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૬