________________
સાધકથી હવે પાછા જવાય તેવું ન હતું. તે આશ્રમને છેડે એકાંતમાં બેઠો, ગુરુના શબ્દમર્મને વાગોળવા લાગ્યો. ‘બેટા’ લાત વાગી નથી. બરાબર લગાવીને આવ. ખૂબ વિચાર્યા પછી ગુરુના બોલને સમજયો કે ‘ઓહ’. મારું સંસારમાં હતું શું ? અને મેં છોડયું શું ? કેવળ છોડવાનો અહંકાર કર્યો. બધુ છૂટી ગયું તે સદ્ગુરુની કૃપા હતી આ અહં ન છૂટયો. સભાન થયો.
હૃદય આનંદથી ભરાઈ ગયું. સદ્ગુરુ પાસે અત્યંત ભરેલા ભાવથી પહોંચ્યો. સદ્ગુરુએ તેના મુખ સામું જોયું. મુખ ઉપર અહં વિસર્જનની આભા ઝળકતી હતી.
સદ્ગુરુએ તરત જ તેને દીક્ષા આપી દીધી. તે સાધક અહં છોડીને અર્હમ્ બન્યો. ગુરુ ચેતનાના પ્રવાહને અહથી ખાલી થયેલી ચેતના ઝીલી શકે તે જીવ અહમને પામે.
૪૦. નામરૂપ જૂજવા
માનવ જન્મ ધારણ કરે એટલે સમાજ એને નામ અને સગાઈના પ્રતીકો આપે છે. સમય જતા તે નામ અને સગાઈ તેના આત્મમય બની જાય છે. તેમ અન્ય સગાઈ રૂપ નામને પોતે માને છે. પણ પોતે ચેતન સ્વરૂપ એક અદ્ભુત શક્તિ છે તેવું કોઈક જ જીવને સમજાય છે. પૂર્વના સંસ્કાર હોય તે પ્રમાણે વર્તમાનને જીવી લે છે.
આમ નામાદિનો સંસ્કાર ભૂલવો કે જેથી સંસાર ભૂલાય. તેને માટે સર્વસંગ પરિત્યાગ થાય ત્યારે ગુરુજનો નામ પરિવર્તન કરે છે. જેથી તેનું લક્ષ્ય આત્મસ્વરૂપ પ્રત્યે ઝૂકે.
એક સાધક સદ્ગુરુ પાસે દીક્ષિત થયો. તેનું નામ રમ્યઘોષ રાખ્યું. બે ચાર દિવસ પસાર થયા તે રમ્યઘોષ નામથી પોતાને જાણવા લાગ્યો.
એક દિવસ ગુરુ પાસે દિવસના ક્રમનો આદેશ લેવા આવ્યો ગુરુદેવે કેટલાક સૂત્ર વિગેરે આપીને એક સૂચન કર્યું કે તારે આજે સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૮૨