________________
પથરા મારી આવો, શિષ્ય તેમ કર્યું.
ગુરુદેવ પૂછયું કે શબ કાલે શું બોલ્યું હતું? શિષ્ય : કંઈ નહિ, તે શબ હતું. આજે શું બોલ્યું? કંઈ નહિ તે શબ છે.
ગુરુદેવ તેમ કોઈ આ શરીરને ઉદ્દેશીને માન આપે કે અપમાન કરે આત્માને શું લાગે?
માન અપમાનના શબ્દો કાનને સ્પર્શીને તેના પરમાણું વીખરાઈ ગયા. હવે તેને યાદ કરીને આત્માને શું મળે? એ શબ્દના શબને ઉચકીને શા માટે ફરવું?
આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેને જાણ્યું પણ તેને તે સ્પર્ફે નહિ એ ઉદાસીનતા છે માન-અપમાન કર્મ ઉદયની અવસ્થા છે.
૩૦. સ્વરૂપાનુભૂતિ છે
પોતે જ પોતાને જાણતો નથી એ જ અચરજ અમાપ, પ્રભુને ક્યાં શોધે છે? ભાઈ, ચાતક જેવી પ્યાસ જોઈએ.
ભર્યા સરોવર ઉમટયા, નદીયાંનીર ન માય,
તો પણ ચાહે મેઘકુ જિમ ચાતક જગમાય.” ભક્તને પ્રભુ દર્શનની ઝંખના આવી હોય છે. ગમે તેવા ભૌતિક સુખના સાધનો હોય તો પણ સાધક ધર્મને, આત્માને, પરમાત્માના દર્શનને ઝંખે છે. જેમ મેળામાંથી વિખૂટું પડેલું બાળક માને ઝંખે છે. હવે તેને પીપરમીટ કે ચોકલેટ કોઈમાં રસ નથી, “મારી મા.”
ચાતક પંખીને ગળા પાસે કાણું હોય છે તેથી ચાંચ વડે પાણી પીએ તો પાણી બહાર નીકળી જાય. એટલે ચાતકને નદી સરોવર કે ઝરણાનું પાણી પીવાના કામમાં ન આવે.
આથી ચાતક મેઘની પ્રતિક્ષા કરે છે, તડપે છે કયારે મેઘ વરસે અને તરસ છીપે. જયારે મેઘ નવલખ ધારે વરસે ત્યારે ચાતક ઊંધું થઈ જાય અને વરસાદના બિન્દુઓને પોતાના શરીરમાં પહોંચાડે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૫૮