Book Title: Sattvashil Tattvamay Prasango
Author(s): Sunandaben Vohra
Publisher: Swadhyay Satsang Parivar

View full book text
Previous | Next

Page 170
________________ વૈયાવચ્ચ, વિહારધામો, દુષ્કાળમાં પીડિતોની સેવા સાથે અંગત સાધનાનું બળ ભળતું. ચ્છનો ભૂકંપ, બનાસકાંઠાનું પૂરનું તાંડવ નૃત્ય અને તમારું હૃદય હાલી ઉઠે. તમારા પગ દોડે, બે હાથ તો સેવામાં તત્પર અમને લાગે કે તમારા દેહમાં કોઈ દેવનો વાસ છે? ડાબે જમણે મિત્રોનો સાથ તો મળે જ. દેવો પણ ખૂશ થતા હશે. વંદન કરતા હશે. તમારા આ સર્વકાર્યમાં ગુરુદેવના આશીષ તો કાયમી સાથે. પૂ. ગુરુજીનો દેહવિલય થયો. તમારા અંતરની વેદના કોણ જાણે? કોઈને પ્રશ્ન થાય કે આ બધામાં તમે તમારી સાધના કયારે કરો ? અરે સાધના તો તેમની સાથીદાર છે. તેનું બળ તો પ્રગટ જોઈ રહ્યા છીએ. કથંચિત તમે સંયમ માર્ગે ગયા હોત તો આત્માનું શાસન તો કર્યું હોત પણ આ તમારું શ્રાવકજીવન કંઈ ઓછું ઉતરે તેમ નથી. આવી બહુમુખી પ્રતિભાનો પ્રભાવ વિરલ જોવા મળે, સૂર્યને પૂછે તે અંધારું જોયું છે? સન્માનને પૂછે તે આ વિરલ વિભૂતિને જોઈ છે. તે કોઈ મુગટધારી નથી. તદ્ન સાદા કપડા, ઘરબારમાં સાદાઈ, એમની ઉપસ્થિતિ જ શોભાયમાન છે. ત્યાં બાહ્ય આડંબર ઝાંખો પડે છે. અંતે એકવાત બનાસકાંઠા સેવા કાર્ય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તમારા દર્શન માટે બોલાવ્યા ત્યારે તેઓ તમારા ચરણ સ્પર્શ કરી રહ્યા ત્યારે તમે અતિ નમ્રભાવે નમી રહ્યા. છતાં વાતનો કોઈ પેપરમાં ઉલ્લેખ નથી. કેવી નિસ્પૃહતા? આવા પ્રસંગોની મિત્રોમાં ચર્ચા પણ નહિ. આ તમારી તપશ્ચર્યા જ છે. નિરાંતના સમયમાં અંગત સાધના, શ્રાવકધર્મ અન્વયે ચૂસ્ત પાલન ભક્તિમાં ભીંજાયેલા ગુરુજનોની આજ્ઞાપાલનમાં તત્પર છતાં ત્યાંય વિવેકપૂર્ણ સત્ય ને વળગી રહેનારા. નિવાસે હોય ત્યારે સામાયિકનું સારુ વાળી લો, આઠ દસ તો થઈ જાય. સૌના હૃદયમાં તમારું સ્થાન કેવું? તમારા પૂ. માતુશ્રીના અવસાન સમયે ગામજનો ભેદભાવ વગર ઉમટી પડયા. જેની કુક્ષીએ આવું અનુપમ રતન પ્રગટયું છે તે માતાની પાલખી બેન્ડવાજા સાથે સૌએ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧ ૬૭

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196