________________
૧૦. અંતરમાં શાનો અવાજ ઊઠે છે ?
મોહનીય કર્મ કઈ બલા છે જે ભલ ભલા તપસ્વીઓને સાધકોને પણ મૂંઝવે છે? એ જીવો તો માનતા હોય છે કે ધર્મથી સુખ છે, સાર્થકતા છે. પણ મુક્તિના માર્ગે જવા જે આત્મબળ જોઈએ તે તો આ મોહનીયને તાબે મુંઝાઈ જાય છે. અને જીવને સંસારનો પ્રવાહ તાણી લે છે. પણ જે મોહનીય કર્મને આધીન થતા નથી પરમાત્માની કૃપા પર ટકે છે તેની આફત દૂર થાય છે અથવા આફત લાગતી નથી.
એકવાર અમારા સહાધ્યાયીઓને પૂછયું કે તમે બધા લગભગ સાત દસકા સુધી પહોંચ્યા છો. ધર્મ અને કર્મના ક્ષેત્રે ઘણું ફર્યા. સ્વતંત્ર છો કે પરાધીન તે તો તમે તમારી પાસે ધનાદિથી જાણો છો. આત્મબળથી સ્વતંત્ર છો?
એક વાત વિચારો તમે રોજે નિયમ કરેલા ધર્મધ્યાન મહદ્દઅંશે ક્રિયા થઈ જાય એટલે માનો છો કે ધર્મ થયો. અંદરની મોહની માત્રા ક્ષીણ થઈ છે ?
ધારો કે કોઈ પરિચિત વ્યક્તિ કોઈ પ્રવાસનું આયોજન કરે, જ્યાં ધર્મના સ્થાન કે આરાધનના ક્ષેત્રો નથી. કુદરતી સૌંદર્ય જોવાનું છે. ફરવાનું છે. ખાવાપીવાના જલસા છે.
બીજીબાજુ કોઈ સાધકે આયોજન કર્યું છે જયાં પવિત્ર સ્થાન છે. ધર્મ ધ્યાનાદિ કરવાના છે. શિસ્તબદ્ધ રહેવાનું છે. આહારાદિનો સંયમ કરવાનો છે. તમારી જાતને પૂછો કયાં નામ નોંધાવશો?
તમે કહો છો અમે રપ/૩૦ વર્ષથી આ ધર્મધ્યાન કરીએ છીએ. અંદરની વૃત્તિઓ તો એવીને એવી રહી છે. કપડાંની ફાટ મોટી છે. થીગડું મારવાનું કપડું નાનું છે. કામ થશે? તેની ખબર છે અને આ મહાનશક્તિને એક નગણ્ય એવા પ્રકારમાં મૂકી દો છો?કેવી રીતે આ માનવ જન્મની દુર્લભતા સાચવશો?
શાસ્ત્રાભ્યાસ, સંતોનો પરિચય, વ્રત, તપ બધું જ મોહ માયાને હવાલે કર્યું. કેટલું આત્મ ધન લૂંટાઈ ગયું? સાત દસકા પૂરા થયા સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૩૯