________________
એ જ સાધના કર્તવ્ય છે.
માટે પ્રથમ બિનજરૂરી લોકસંગ ઘટાડવો. ઉપયોગની જાગૃતિ તો ક્રમે ક્રમે ઉપયોગની અસંગતાથી સાધી શકાશે. ઉપયોગની સન્મુખતા વગર સંસાર વૃદ્ધિ પામે છે. આવી તેમની શીખ હોય છે.
૮. સત્ય ઘટના
આ ચમત્કાર નથી પ્રભુભક્તિ અને અર્પણતા છે.
રાજા અકબરના સમયમાં નાના રજવાડામાં માનસિંહ રાજા રાજ કરે. રાણી રત્નાવતી તેનું પ્રિયપાત્ર હતી. તેમને એક રાજકુમાર હતો. રાજા ઉદારદિલના હતા. પ્રજાના સુખમાં સુખ માનતા. આમ તેમનો સંસાર સુખરૂપ વહેતો હતો.
રાજા માનસિંહ પુત્ર સાથે અકબરની સેવામાં દિલ્હી ગયા હતા. શિયાળાની રાત્રી હતી. રાણી પોતાના ભવ્ય છત્ર પલંગમાં નિદ્રા લઈ રહી હતી. મળસ્કે લગભગ ચાર વાગે અચાનક તેની નીંદ ઉડી ગઈ. ધીમા સ્વરે કંઈ ગુંજન સંભળાતું હતું. ભરનિદ્રામાંથી જાગેલી રાણીને અવાજનો શોરબકોર સહન ન થયો. તે શય્યામાં પડી પડી ખૂબ જ અકળાઈ ગઈ આખરે ઉઠીને ગુસ્સાના આવેશમાં અવાજની દિશામાં આગળ વધી.
રાણીવાસની નજીકમાં દાસીવાસ હતો. એક ભક્ત દાસી મહેલમાં કામે જતા પહેલા પ્રભુભક્તિ કરતી. કંઠમાં મધુરતા, પ્રભુ પ્રત્યે ભક્તિ, ભર્યું હૈયું. હૃદયની આદ્રતા પછી વાતાવરણ જ પવિત્ર થઈ ગયું હતું.
જેમ જેમ રાણી અવાજની નજીક જતી ગઈ તેમ તેમ તેના હૈયાને શાંતિ મળતી ગઈ. છેક દાસીના ગૃહ પાસે પહોંચી, દાસીતો પ્રભુભક્તિમાં મગ્ન હતી. રાણીના કૂણાં પડેલા હૃદયમાં તેના ભક્તિરસના કોમળભાવથી પ્રસન્નતા પાંગરી અને દાસીની પાસે બેસી ગઈ. દાસી તો પ્રભુભક્તિમાં ભીંજાઈ ગઈ હતી.
સમય થતાં દાસી ઊઠી. તેણે જોયું કે બાજુમાં કોઈ સ્ત્રી બેઠી છે. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો