________________
ગઈ અને ચંદનાદાસી તરીકે આનંદથી જીવવા લાગી.
શેઠનો સદ્ભાવ તેના તરફ વાત્સલ્યપૂર્ણ હતો. મૂળા સ્ત્રી સહજ પ્રકૃતિથી શંકાની નજરે જોતી તેમાં જાણે એક દિવસ બોમ્બ વિસ્ફોટ થાય તેમ મૂળાને કારણ મળી ગયું.
એક દિવસ શેઠ મોડા આવ્યા. અન્ય કોઈ સેવક હાજર ન હોવાથી ચંદનાએ શેઠના પગ ધોયા તે સમયે તેનો નાગફણા જેવો ચોટલો છૂટી ગયો તેના વાળ પાણીને અડવા લાગ્યા શેઠે તેને લાકડી વડે ઊંચે કર્યા.
મૂળાએ આ દૃશ્ય જોયું તેની શંકા પાકી થઈ. બીજે દિવસે શેઠ બહાર ગામ ગયા હતા. શેઠાણીને આ મોકો મળી ગયો.
અચાનક ચંદનાને ચોટલાથી ખેંચી, ભોંયરામાં ઉતારી, ચંદના કંઈ સમજે તે પહેલા દાસીની મદદથી મૂળાએ ચોટલાનો ટકો મૂંડો કરી નાખ્યો હાથે પગે સાંકળો બાંધી દીધી અને મૂળા પિયર ચાલી ગઈ.
ત્રણ દિવસે શેઠ આવ્યા. શેઠાણી કયાં? ચંદના કયાં? કેમ ઘર સૂમસામ છે? ઘણી પૂછપરછ પછી જૂની દાસીએ હિંમત કરી વિગત જણાવી.
શેઠ તરત જ ભોંયરામાં ગયા. ત્રણ દિવસની ભૂખી, સાંકળે બાંધેલી. ટકા મૂંડાવાળી ચંદનાને જોઈને શેઠ હતપ્રત થઈ ગયા. આ શું બન્યું છે?
જૂની દાસી પાસેથી વિગત જાણી દાસીની મદદથી ચંદનાને બહાર કાઢી. બારણાના ઉબરામાં બેસાડી, ઘરમાં ફકત બાફેલા બાકુળા ઢોરો માટેના વધેલા પડયા હતા. તે સૂપડામાં આપીને શેઠ લુહારને બોલાવવા દોડયા.
ચંદનાના હૃદયમાં વસેલા વીરને એકસો પચીસ દિવસના ઉપવાસ છે. પ્રભુ રોજ ગોચરી માટે નીકળે છે. ભક્તો રોજ મેવા મીઠાઈ ધરે છે. પ્રભુ નીચું જોઈ પાછા વળે છે. આખી નગરીના લોક ચિંતામાં છે પણ પ્રભુનો અભિગ્રહ કોઈ જાણતું નથી. પ્રભુ તો મૌન ધરી બેઠા છે. એકસો પચીસ દિવસ થયા છે. આજે પણ પ્રભુ નીકળ્યા છે.
પ્રભુનો અભિગ્રહ હતો કે (૧) અસલ રાજકુંવરી હોય, પણ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
પપ