________________
બુટેરાયજીએ પંજાબ બાજુ વિહાર કર્યો. ત્યાં ગોચરીની શુદ્ધિ માટે ધ્યાન રાખવું પડતું. એકવાર કોઈ ટીકા કરનારને સાથે લઈ ગોચરી નીકળ્યા.
કોઈ જગાએ સચિત દૈવ્ય સાથે વસ્તુ હોય. કાચા પાણીથી હાથ ધોઈને ગોચરી ધરે, કયાંય નિર્દોષ ગોચરી ન મળી, તે દિવસે ઉપવાસ થયો.
બીજે દિવસે પણ એવું જ બન્યું. ઉપવાસ થયો. ટીકાકાર શાંત થયો. પછી બુટેરાયજીના ઉપદેશથી શ્રાવકોમાં જાગૃતિ આવી. સંવેગી સાધુઓની સંખ્યા વધી.
યતિનો શિથિલાચાર ઘટતો ગયો. લોકો સાચી સમજમાં આવ્યા. આમ બુટેરાયજીનો હમણાં કોઈ ઉલ્લેખ ખાસ સંભળાતો નથી. પણ તેમણે આચાર વિચારની શુદ્ધિ માટે સંવેગી સાધુઓને વૃદ્ધિ કરી મહાન કાર્ય કર્યું હતું.
૮૮. ઔદાર્ય ગુણ
તે કાળે તે સમયે હરિષેણ નામે રાજા અને પ્રીતિમતિ રાણી સુખેથી સંસાર સુખ ભોગવતા હતા. એકવાર વિશ્વભૂતિ આચાર્ય નગરના ઉદ્યાનમાં પધાર્યા હતા. રાજા રાણી સપરિવાર ઉપદેશ સાંભળવા ગયા. ઉપદેશ શ્રવણ કરી હરિષેણ રાજાને વૈરાગ્ય થયો તેમણે સંયમ લેવાનો નિર્ધાર કર્યો.
પ્રીતિમતિને પતિનો વિયોગ દુઃસહ લાગ્યો તેણે પણ પતિ સાથે સંયમ ધારણ કર્યો. તે કાળે તે સમયે જંગલમાં આશ્રમ વ્યવસ્થા હતી. સંયમ ધારણ કરી તેઓ આશ્રમમાં રહેવા લાગ્યા. સંયમ ધારણ કર્યો ત્યારે રાણી ગર્ભવતી હતી. સાધ્વીને ગર્ભવતી જોઈ આશ્રમના સૌ સાધુજનોએ તેમનો ત્યાગ કર્યો, અન્યત્ર ચાલ્યા ગયા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૫૬