________________
ગુરુદેવ શિષ્યોને સંસ્કૃત શ્લોકમાં શિક્ષણ આપતા હતા. આ પવિત્ર શ્લોકનો ગુંજારવ તેના શ્રવણે પડયો. કયારેય આવું સાંભળ્યું ન હતું. તેતો જાણે અમૃત પીતો હોય તેમ બહાર ઉભો રહ્યો.
તેણે અંદર નજર નાખી પિતાંબર પહેરલા શિષ્યો હતા. ગુરુની વૃક્ષ નીચે બેઠક હતી. સૌ સંસ્કૃત શ્લોકનો અભ્યાસ કરતા હતા. કોઈની પાસે બાણ ન હતું. એટલે પ્રથમ તેણે બાણને બહાર છોડી દીધું. અ ચર્મ વસ્ત્ર પહેરેલું હતું તે આશ્રમની અંદર આવી એક ખૂણે બેસી ગયો. ગુરુજીની વાણી તેને સ્પર્શી ગઈ. ત્યાંથી તેની ભાગ્યરેખા બદલાવા લાગી.
ગુરુજીએ તેને નજરથી આવકારી લીધો. જાબાલ તો મૂંઝાતો હતો. ગુરુજીએ એનું ભાવી પારખી લીધું. અને એક શિષ્યને સૂચના આપી કે આની સંભાળ રાખજો, ભાવિ રત્ન છે.
જાબાલ તાકાતવાળો યુવાન હતો. તેને યોગ્ય કામ મળી ગયું. જંગલમાંથી લાકડા કાપવા, તળાવેથી પાણી લાવવું અન્ય નાના મોટા કામ કરે. આશ્રમના પરિવારમાં પ્રિય થઈ ગયો. બધું કામ પરવારીને જાબાલ શિષ્યો ભણતા હોય ત્યાં શાંતિથી છેક છેલ્લે બેસે, ગુરુદેવ પ્રત્યે અહોભાવથી જોયા કરે.
આ અહોભાવથી તેના અજ્ઞાનના પડળો વિખરાતા ગયા. ગુરુદેવના ધ્યાનમાં તેનો ભાવ અંકાતો હતો. ભલે એ શ્લોક બોલતો ન હતો. પણ તેની ચેતનામાં ગુરુદેવના ચમત્કારિક શ્લોક અંકાતા હતા. દસેક વર્ષનો ગાળો પસાર થયો. જાબાલની જિંદગી જ બદલાઈ ગઈ.
એક દિવસ ગુરુની નિશ્રામાં સૌ બેઠા છે. ગુરુદેવે, જાબાલને બોલાવ્યો કે આ ટોપલામાં તળાવેથી પાણી ભરી આવ.
જાબાલ તો ગુરુ આજ્ઞાને ટોપલા સાથે માથે ચઢાવી નાચતો કૂદતો તળાવે પહોંચ્યો. ગુરુઆજ્ઞાની શ્રદ્ધામાં તેને કોઈ શંકા થતી નથી કે ટોપલામાં પાણી ભરાય ?
તમે એટલું તો ડહાપણ કરો ને ? કે ટોપલાને બદલે માટલું લઈ જાવ. ગુરુથી થોડું વધુ જાણતા હોવ કે નહિ ? કદાચ ગુરુની ભૂલ હોઈ શકે ને ?
જાબાલ તો રોજે ગુરુ મુદા જોઈને, અહોભાવના લયમાં હતો ત્યાં અહં ભાવની લય ટકે કેવી રીતે ? અને શંકા પણ કેમ ઉપજે ? તે તો તળાવે પહોંચ્યો. અધવચ્ચે જઈને ટોપલો તળાવમાં ડુબાડી
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૫૨