________________
ગુણરૂપે જોવો, આ બધું ચંદના માટે સહજ હતું. તેમાં કેવળ વીરના નામનું સાતત્ય હતું.
વીર પ્રભુ ! આપે પણ એક નારીના આત્મપ્રેરક સત્યને પ્રગટ કરવા લગભગ છ માસ પહેલા અભિનવ અભિગ્રહ લીધો.
રાજાઓને એક અભિશાપ હોય છે કે પોતાનું રાજ્ય પૂરતું હોવા છતાં તેમને રાજ્યના વિસ્તારનો લોભ સતાવતો હોય છે. શતાનિક રાજાને પણ આવો જ લોભ થયો તેણે દધિવાહન રાજાને હરાવ્યો શહેર લૂંટયું.
મંત્રીની સલાહથી રાણી અને રાજકુંવરી બંનેએ જંગલની વાટ પકડી, કોઈ સૈનિકે તેમને પકડી પાડયાં અને રાણી પાસે કામની માંગણી કરી. રાણી તરતજ જીભ કચરીને મરણ પામી. દસ વર્ષની રાજકુંવરી ગભરાઈ અને મહા આક્રંદ કરવા લાગી. સૈનિકને લાગ્યું કે આ પણ મૃત્યુ પામશે ?
આમ વિચારી તેને ઘોડા પર બેસાડી રાજ્યના ગુલામ બજારમાં લઈ ગયો. તેને ગુલામ તરીકે વેચવા ઉભી રાખી.
વસુમતિ પિતાને ત્યાં શિક્ષણમાં નવકાર શીખી હતી. તે ઊભી ઊભી નવકાર ગણતી હતી. (આ ચમત્કાર નથી સત્ય હકીકત છે.) ત્યાંથી એક ધનાવહ શેઠ નીકળ્યા. તેમની નજર આ કન્યા પર પડી તેમણે વિચાર્યું કે આ કોઈ રાજરતન લાગે છે તેની નજીક ગયા તો કન્યાના મુખમાંથી નવકાર સાંભળી સૈનિકને પૂરતા દામ આપી કન્યાને ઘરે લાવ્યા. અને મૂળા પત્નીને સોંપી કે તારે પુત્રી જોઈએ છે ને ? આ તારી પુત્રી.
પણ ભાગ્ય બળવાન છે. મૂળાએ એને પુત્રી ગણવાને બદલે દાસી બનાવી. શેઠે તેનું નામ ચંદના રાખ્યું. ચંદના શિક્ષણ પામેલી હતી. ક્ષત્રિયાણી હતી. શારીરિક બળવાળી હતી. દાસીપણે નિપૂણતાથી કામ કરતી.
શેઠના ભાવ ચંદના પ્રત્યે ખૂબ વાત્સલ્યપૂર્ણ હતા. શેઠાણી તેને દાસી ગણતા. ચંદનાએ નસીબને સહજભાવે સ્વીકારી લીધું હતું. નવકાર મંત્રની શ્રદ્ધાથી પરિસ્થિતિ આશ્વસ્થ હતી. કયારેય તેમના મૂળમાંથી ઉદ્ગાર નીકળ્યા નથી કે હું રાજકુંવરી હતી. હવે તો પોતે પણ ભૂલી સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૫૪