________________
દાસીના વેષમાં હોય (૨) માથે ચૂંડો હોય (૩) હાથે પગે બેડી હોય (૪) ઉમરામાં ઉભી હોય (૫) હાથમાં સૂપડામાં અડદના બાકુળા હોય (૬) આંખમાં અશ્રુબિંદુ હોય.
ચંદનબાળાને બારણે પ્રભુ આવ્યા છે બારણે ઉભેલી ચંદનાનું હૈયુ હરખી ઊઠયું, નયનો અશ્રુભીના થયા. બધી રીતે અભિગ્રહ પૂરો થતો હતો.
એકસો પચીસ દિવસે પારણું? શાનાથી? અડદના બાકળાથી. પણ પ્રભુનો પુણ્યોદય એવો હતો કે પ્રભુને બાકુળા પણ અમીરસ જેવા લાગતા હતા. પ્રભુએ હસ્તકમળમાં ભીક્ષા લઈ પારણું કર્યું.
દેવો માનવો સૌ ખુશ થયા. પંચદિવ્ય પ્રગટ થયા. ચંદનાનું અસલરૂપ પ્રગટ થયું. શેઠ આવ્યા. આ ચમત્કાર જોઈ રહ્યા. પ્રભુને નમી રહ્યા. પ્રભુ વિદાય થયા.
આ કથાનો વળ અહીં આવે છે. પંચદિવ્ય થયા તે ધનનું માલિક કોણ? ચંદનાને પૂછયું. તરતજ વિના વિલંબે ચંદનાએ જવાબ આપ્યો મૂળા શેઠાણી.
લોકો : શું, મૂળા શેઠાણી?
હા, તેમના નિમિત્તે આ પ્રસંગ બન્યો, પ્રભુનો અભિગ્રહ પૂરો થયો તેમાં તેઓ નિમિત્ત છે. માટે આ બધી દિવ્ય વસ્તુઓ તેમને સુપ્રત કરો.
મૂળા શેઠાણી ચંદનાને નમી પડ્યા. પોતાની ભૂલની માફી માંગી.
સમાચાર મળતા રાજારાણી આવી પહોંચ્યા અને પ્રસન્ન થયા. પછી તો ખબર પડી કે ચંદના રાણીના બહેનની પુત્રી છે. તેને રાજ મહેલમાં લઈ ગયા પણ ચંદના તો વ્રતધારી થઈને દીક્ષાની રાહ જોઈ રહી છે. અંતરમાં વીર ભગવાનની આશિષનો આનંદ છે.
ભગવાન વીર કેવળજ્ઞાન પામ્યા. ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. તેમાં સાધ્વીગણમાં પ્રથમ સ્થાન ચંદનાનું હતું. વાત્સલ્યમયી ચંદનાજીના સાન્નિધ્યમાં સેંકડો સાધ્વીઓએ જીવન સાર્થક કર્યું.
આત્મા સ્વયં પવિત્ર શક્તિનો પૂંજ છે. સામાન્ય માનવીમાં તે ઈંદ્રિયાદિ વિષયોમાં સિમીત કે વિકૃત થતો હોય છે. કોઈ વિરલ જીવોમાં
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૫૬