________________
પાસે આવ્યો. તેણે ભીલની સામે જોયું ભીલ તેની ભાષા સમજી ગયો. ભીલે રાજાને કહ્યું કે આ હરણાનો નેતા છે. તે કહે છે અમે નિર્દોષ છીએ, માનવને ઈજા પહોંચાડતા નથી. રાજા શા માટે અમારા જેવા નિર્દોષ જીવોને મારે છે ?
ભીલે કહ્યું, રાજા આ વિસ્તારનો માલિક છે. હરણાના માંસનો શોખીન છે. મૃગનો શિકાર કરી તે ખુશ થાય છે. નેતા કહે જો રાજા શિકારનો અને હરણાના માંસનો શોખીન હોય તો એકાદ હરણાને મારે પણ આટલા બધા નિર્દોષને શું કામ મારે છે ?
આમ વાતચીત પછી નક્કી થયું કે રાજા એ રોજ એક જ હરણને મારવું અને નેતાએ તે પ્રમાણે વારા બંધી કરી. હવે રોજે એક જ હરણાનો શિકાર થતો. નેતા હરણ ખૂબ સુંદર હતું. રાજાએ ભીલને સૂચના આપી કે આ નેતાનો શિકાર ન કરવો.
થોડા દિવસ આ ક્રમ ચાલ્યો. એક દિવસ એક ગર્ભિણી હરણી નેતા પાસે આવી. તેનું કહેવું હતું કે તમારો નિયમ એક જીવને મારવાનો છે. અમે બે છીએ.
નેતા પણ વિચારવા લાગ્યો, કે બે જીવને ન મોકલાય, વારો બદલે તો એક દિવસ વહેલા મરવા કોણ જાય ?
છેવટે નેતા રાજા પાસે આવ્યો. નેતા એટલો સુંદર હતો, તેની મુખાકૃતિની છટા પણ રમ્ય હતી એટલે રાજાએ પ્રથમથી જ એનો શિકાર કરવાની ના પાડી હતી.
નેતાને જોઈને રાજાએ ભીલને ધમકાવ્યો કે આને તો જીવતદાન આપ્યું છે.
ભીલે બધી વિગત જણાવી. ત્યારે રાજા વિચાર કરવા લાગ્યો. નેતા પશુ પણ પોતાની પ્રજાનું રક્ષણ કરવા પોતે મરવા તૈયાર થાય છે. હું પ્રજાનો રક્ષક છું કે પ્રજાનો ભક્ષક છું ! મારે શા માટે આ નિર્દોષ હરણાનો ભોગ લેવો અને રાજાએ શિકાર છોડી દીધો.
આ રૂપકનો સાર એ છે કે માનવજીવનમાં સુસંસ્કારનું સેવન કર્યું હોય, કદાચ કોઈ દુષ્ટ પરિણામથી કોઈ કર્મસંયોગે પશુયોનિમાં જન્મ થાય તો પણ પેલા ગુણનું જો સેવન કર્યું હોય તો તે ગુણો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૬૧