________________
સત્સંગ પ્રેમી પરિમલને કેમ ભૂલાય? પ્રથમ દિવસે શ્રી મણીભાઈ લઈ ગયા પણ રાત્રી નિવાસ વિણામહેન્દ્ર ખંધાર ને ત્યાં ગોઠવાયો, તેમને ત્યાં સત્સંગ પ્રેમી યુવાન પરિમલ શનિ-રવિ રજા ગાળવા આવતા તે ત્યાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા અને ગ્રીન કાર્ડ પણ મળવાનું હતું.
રાત્રી નિવાસના દિવસે પરિમલનો પરિચય થયો અને શનિવારે લઈ જવાની સોમવાર સવારે મારા સ્થળે મને મૂકી દેવાની જવાબદારી લીધી. આમ શનિથી સોમ સવાર સુધી સતત પરિચય રહ્યો.
દરેક શનિ અને સોમવારે ગાડીમાં પાંત્રીસ માઈલ શું કરવું? મને થયું કે નવતત્ત્વના પાઠ વાગ્યું અને પરિમલ સાંભળે, પચીસ વર્ષનો પુવાન અભ્યાસથી પરિચિત, તત્ત્વપ્રેમી એટલે એને શ્રવણ કરેલા પાઠ કંઠસ્થ થવા લાગ્યા. ધીમે ધીમે તે તત્ત્વની અસર ઘેરી થવા લાગી પુસ્તકના પાઠ લગભગ પૂરા થયા.
તેણે પૂછયું કે હજી આ તત્ત્વાના ગ્રંથો તો કેટલા હશે? તેનો અભ્યાસ ભારત ભૂમિમાં સારો થાય.
થોડા દિવસ ગયા એણે એક ચમત્કાર સજર્યો, મને કહે મેં ગ્રીન કાર્ડ લેવાનું માંડી વાળ્યું છે. અને હું ભારત આવી ત્યાં સ્થિર થઈ આ તત્ત્વનો વધુ અભ્યાસ કરીશ. માતા-પિતાને મનાવી લઈશ.
તેણે અમેરીકા રહેવાની અને ત્યાંના સ્વ વિકાસની બધી વાત ત્યજી ભારતની વાટ પકડી. ભારત આવી દિગંબર મહામુની પૂ. વિદ્યાસાગરના પરિચયથી પ્રભાવિત થઈ આજીવન બ્રહ્મચર્યનું વ્રત લીધું. મુંબઈનું કામકાજ ઘરબાર સમેટી અમદાવાદ સ્થાયી થયા જેથી ઈડર જેવા તીર્થમાં આરાધના કરી શકાય. આજે તેઓ વૃદ્ધ માતાપિતાની સેવા સાથે દઢતાથી પોતાની સાધના કરે છે. નવતત્ત્વના અભ્યાસથી તેમનામાં રહેલા જન્માંતરીય સંસ્કાર જાગ્યા અને પ્રભુના પંથે વળી આત્મ કલ્યાણ કર્યું. પૂ. શ્રી એ નવતત્વમાં આવા બીજો મૂક્યા છે. જે વટવૃક્ષની જેમ વિકેસે છે. અને જીવો ધન્ય બની જાય છે. પરિમલ પૂરા રંગાઈ ગયા. હાલ અવિરત તેમની સાધના ચાલે છે.
૧ ૮O
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો