________________
જન્માંતરીય થઈને સાથે આવે. તે યોનિમાં પણ તે સંસ્કારને જીવંત રાખી આગળના જન્મોને સુધારતો જાય. માટે હે જીવો ! ગુણમય જીવન જીવો અને ગુણાનુરાગી થાવ.
માટે સંતો સાધકોને એક જ મંત્ર વારંવાર રટવાનું કહે છે. એક જ શાસ્ત્ર કંઠે કરવાનું કહે છે, કોઈ સુસંસ્કારનું વ્રત લેવરાવે છે. આવા ઘણા સુસંસ્કારોનું સેવન વારંવાર કરવાથી તે જન્માંતરીય થઈ બીજા જન્મમાં તે સંસ્કાર સહજ રીતે પરિણમે છે. ચેતનતત્ત્વનું આવું ગહન રહસ્ય છે.
૩૩. સાથે ના આવે
જે ના આવે સંગાથે તેની મમતા શા માટે? જિંદગી પૂરી ખર્ચાને ઘણું મેળવ્યું. એક ઘડીની નિરાંત વગર જિંદગી પૂરી થવા આવી. કેટલાયને વિદાય થતાં જોયાં, કોઈ કશું જ લઈ જઈ ન શક્યું. આવું પ્રત્યક્ષ જોવા છતાં માનવ કેટલા પ્રપંચ કરીને ધનાઢય થવા પ્રયત્ન કરે છે. માયા પ્રપંચના બાંધેલા કર્મોનું પોટલું લઈ જાય છે. જે બીજા ભવમાં દુઃખનું કારણ બને છે. સંતો આવી વાતો પોકારીને કહે છે પણ મોહથી બધિર થયેલો માનવ આ સાંભળી કે સમજી શકતો નથી.
અમરાવતી નગરીના પૂનમચંદ શેઠે પૂરી જિંદગી ખર્ચીને અઢળક સંપત્તિ ભેગી કરી હતી અને અચાનક એક દિવસ એ સર્વે સંપત્તિ છોડીને શેઠ અવસાન પામ્યા. મરણોત્તર વિધિ પતી ગઈ.
શેઠના મુનીમ જુના અને પ્રામાણિક હતા. તેમણે શેઠના પુત્ર સુમેદને શેઠની સર્વ સંપત્તિનો ખ્યાલ આપ્યો. સુમેરે બધી સંપત્તિનો અંદાજ કાઢયો. પિતાજી અબજોની સંપત્તિ મૂકીને પોતે ખાલી હાથે ગયા. તેની આંખમાં આંસુ આવી ગયા. | મુનીમને આશ્ચર્ય થયું કે, અબજોની સંપત્તિનો માલિક બનનાર રડે છે? સુમેળે મુનીમને કહ્યું પિતાજી આ અઢળક સંપત્તિમાંથી કંઈ લઈ
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો