________________
આ પદ. જે થાય તે સારા માટે !
પ્રારબ્ધને સ્વીકારો કે ન સ્વીકારો, જીવે કરેલા કર્મો પ્રમાણે ફળ મળે છે. પાપ કરનારો ધનવાન હોઈ શકે પણ સુખશાંતિ ન હોય. વર્તમાનમાં પૂર્વના પુણ્યયોગે બાહ્ય સામગ્રી હોય પણ અંતરદાહ બળતો હોય. એટલે જે થાય છે તે કર્માધીન છે માટે તેને ઠીક જ માનવું અને સદ્ભાવના સેવવી.
એક નગર હતું. રાજા પ્રજાને પ્રિય હતો. મંત્રી પણ સત્ત્વશાળી હતા. મંત્રીને એક આદત હતી કંઈ પણ બને તો તરત જ કહે “જે થાય તે સારા માટે એકવાર તલવારને જોતાં જોતાં રાજાની આંગળી કપાઈ ગઈ.
મંત્રી બોલ્યા : જે થાય તે સારા માટે. રાજા આંગળીના ઘાના દુખાવાથી અકળાઈ ગયો અને સંત્રીને કહ્યું કે આ મંત્રીને જેલ ભેગા કરી દો. મંત્રી હસતે મુખે જેલ ભેગા થયા. જે થાય તે સારા માટે બોલતા ગયા.
થોડા દિવસ પછી રાજા શિકારે ગયા હતા. તે ભૂલા પડ્યા. ભીલ પલ્લીમાં પહોંચી ગયા. ભીલોએ એમને પકડ્યા. રાજાને થાંભલે બાંધી દીધો. વળી તે દિવસે તેમનો તહેવાર હતો. દેવીને બલિ ચઢાવવાનો હતો. બલિ માટે રાજાને શણગારવાનો હતો. રાજા ઘણા પરાક્રમી હતા પણ અહીં તો તેમનું કંઈ ચાલે તેમ ન હતું.
ભીલ ખૂબ જોરાવર હતો. જોતાં છળી જવાય તેવો કદાવર હતો. માણસો રાજાને શણગારતા હતા. પરાક્રમી રાજા અત્યારે તો ગરીબ ગાય જેવી હાલતમાં હતા. શણગાર કરતા આંગળીઓ સજાવવા ગયા ત્યારે ખબર પડી કે એક આંગળી કપાઈ ગઈ છે. ખોડો માણસ દેવીને ધરાવાય નહી તેથી રાજાને છોડી મૂકયો.
રાજાને યાદ આવ્યું કે મંત્રી કહેતા હતા જે થાય તે સારા માટે અને ચોર પલ્લીમાંથી છૂટયા કે ઘોડે ચઢી સીધા જેલમાં પહોંચી મંત્રીને નમી પડ્યા. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૦૧