________________
પડયો અને મારો વિનોબાજીને નમી પડ્યો, આ ભાવના છે. સૌ માં ભગવાન વસે છે. આત્મા જ પરમાત્મા છે. આવા દષ્ટાંત ધર્મની આવી વાતોને સાકાર કરે છે ઉજળી કરે છે.
૧૪. ગૃહસ્થોનું અકિંચન
વસ્તુનો અભાવ એ ગરીબાઈ ગણાય છે. પરંતુ શક્તિ હોવા છતાં આવશ્યકતાથી વધુ ન રાખવું. ત્યાગપૂર્વકના સુખવાળું, પરિમિત વસ્તુવાળું ગૃહસ્થનું જીવન અકિંચન્ય ગુણ ધરાવે છે. એવાં કેટલાક પરિચિત મહામાનવોના ગુણ પ્રમોદનો ઉલ્લેખ કરું છું.
આપણા જ સમયમાં થયેલા પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજી પ્રકાંડ વિદ્વાન, સચ્ચાઈને વરેલા. જો ધનવાન થવું હોત તો તેમ બની શક્ત પણ આકિંચન્યને વરેલા, ત્રણ જોડ કપડાં, ૧ જોડ જૂતા, સાદી લાકડાની લાકડી, બે નેપકીન, એક ટુવાલ. આ તેમની જીવન સામગ્રી. સાવ સાદો આહાર. મોસંબીનો રસ લેતાં. જો કે મોસંબી મોંઘી થતાં લીંબુ પાણી લેતા. મોસંબીના કરંડિયા મોકલવા જેવા શ્રીમંતો તેમની પડખે હતા. પણ તેમનો નિયમ હતો કોઈની પાસેથી કંઈ લેવું નહિ. જે કંઈ વ્યવસ્થા છે તેમાં ચલાવવું. વૃત્તિમાં કોઈ લાલચ નહિ. છતાં વાત્સલ્યથી ભરપૂર હતા.
તેમની વિદ્વત્તા તેમના સાહિત્ય દ્વારા સૌ જાણે છે. પરંતુ તેમના જીવનનું આકિંચનત્વ જાણનારા ઓછા છે. મને તેમનો પરિચય ૧૯૫૧માં થયો હતો, તે તેમના અવસાન સુધી રહ્યો. પક્ષી આકાશમાં ઊડે, પાછળ કોઈ ચિન્હન હોય તેમ પંડિતજીની પાછળ તેમના સાહિત્યસિવાય કોઈ વ્યવસ્થા કરવાની રાખી ન હતી. તે સાહિત્યના લેખક હતા માલિક નહતા.
આવા જ અકિંચનત્વ ધરાવનારા પંડિત શ્રી બેચરદાસજી પૂ. પંડિતજીની હરોળના. ત્રણ જોડ કપડાં અને જરૂરિયાતની વસ્તુથી આગળ નહિ જનારા જો કે તેઓ કુટુંબવાળા હતા. છતાં અકિંચન્યને વરેલા હતાં. વિવેક સહવિદ્વતા તે તેમની શ્રીમંતાઈ હતી. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૩૩