________________
કયાં આજની આધુનિકતામાં સુખ-વિકાસ માનતી આપણી દીકરીઓ, મર્યાદા ઓળંગતો સ્ત્રી સમાજ અને કયાં હમણાં હમણાં થયેલા અનુપમાદેવી જેવા સત્વશાળી સ્ત્રી રત્ન !
વસ્તુપાળ તેજપાળનું નામ ઈતિહાસના પાને ચઢેલું છે. આપણે તેજપાળના પત્ની અનુપમાદેવીનું જીવન રહસ્ય જાણી, માણવું છે.
તેજપાળના લગ્ન અનુપમાદેવી સાથે થયા હતા. દેવીનું કુટુંબ શ્રીમંત અને માનવંતુ હતું. તે કાળે એ યોગ્યતા મનાતી, અનુપમાદેવી દેખાવે શ્યામ હતા. તેજપાળ રૂપાળા હતા. લગ્ન થયા. તેજપાળને અનુપમા દેવીના દેહની શ્યામળતા દેખાઈ પણ દિલમાં ઉજ્જવળતા જોવાના ચક્ષુ જોઈએ ને?
પ્રથમ રાત્રીથી તેમનો અણગમો પ્રગટ થયો. બે પાંચ વર્ષો અણબોલે નીકળી ગયા. અનુપમાદેવીએ ધીરજથી પ્રભુ પર વિશ્વાસ રાખી, દુઃખની કોઈ ચેષ્ટા વગર, ઝેર તો પીધા જાણી જાણી, પણ તે તો અમૃત થઈ પ્રગટ થયા. ગુણિયલ દેવી કુટુંબમાં સૌને પ્રિય. તેમાં તેજપાળ કેવી રીતે બાકી રહે?
સમય પસાર થતો ગયો. બંને ભાઈઓ પગ મૂકે ત્યાં ધન તેમના ચરણમાં આવી મળે. શું કરવું ? આટલા ધનને? દેવીએ કહ્યું જમીનમાંથી નીકળ્યું છે તેને ઉપર ચઢાવો તેમાંથી દેલવાડાના દહેરાસર નિર્માણ થયા. બંને ભાઈઓ તો મંત્રી હતા. તેથી કારભાર સંભાળવો પડે. દેવીએ આ મંદિરોનું નિર્માણ કાર્ય હસ્તગત કર્યું.
સલાટો, કારીગરોની માતા બનીને, ભગવાનના ભક્ત બનીને, વસ્તુપાળ તેજપાળના વૈભવનો યોગ્ય ઉપયોગ કરીને એક અમરકૃતિ બનાવી.
કહેવાય છે વસ્તુપાળ તેજપાળે કરેલું નિર્માણ પણ તેની પાછળ અનુપમાદેવીનું પ્રદાન મહાન હતું તેમના નામ ઈતિહાસના પાને ચઢે કે ના ચઢે પ્રભુના હૃદયમાં સ્થાન પામી ગયા છે. ધન્ય હો !
સત્ત્વશીલ-તત્તમય પ્રસંગો
૯૯