________________
૬. જ્ઞાનમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્ર પર
શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ સૌરાષ્ટ્રના વવાણીયા ગામે થયો હતો. જ્ઞાન પિપાસાને વરેલા તેઓને સાત વર્ષે કાકાના મૃતદેહના અગ્નિ સંસ્કારથી ઉહાપોહ થતા જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. સોળ વર્ષની વયે મોક્ષમાળા જેવા તાત્ત્વિક અને સાત્વિક ગ્રંથની પ્રેરક રચના કરી હતી, ત્યાર પછી જન્માંતરીય જ્ઞાનબળે શતાવધાન તો તેમને સહજ હતા. તેઓની કવિત્વ શક્તિ અભૂત હતી. આત્મસિદ્ધિશાસ્ત્ર જેમાં છ દર્શન અને છ સ્થાનકની માર્મિક રચના છે તે એક કલાકમાં કરી હતી. તે ઉપરાંત તાત્ત્વિક પદોની, કાવ્યની રચનાઓ કરી હતી. મુમુક્ષુઓને સાત્ત્વિક, વ્યવહારિક અને તાત્વિક બોધ પત્રો લગભગ એક હજાર જેવા લખ્યા છે. જે ગ્રંથાકારે પ્રગટ થયા છે. તેઓ કવિ પણ હતા. સુંદર અને માર્મિક બોધદાયક રચનાઓ કરેલી છે.
તેમને પત્ની અને બાળકો હતા. કુટુંબની આર્થિક જવાબદારી તેમને નિભાવવાની હતી તેથી તેઓ મુંબઈ વ્યાપાર અર્થે રહેતા હતા. કોઈ ગ્રાહક આવે માલ લે તો કોઈ રાજીપાનો વિકલ્પ નહિ અને ન લે તો કંઈ નારાજી નહિ. તેમાં જયારે જયારે સમય મળે ત્યારે વ્યાપારનો કોઈ વિકલ્પ ન કરતા. મુમુક્ષુઓને પત્રો લખી સાત્ત્વિક-તાત્ત્વિક માર્ગદર્શન આપતા. મહાત્મા ગાંધીજીના અધ્યાત્મક્ષેત્રે માર્ગદર્શક હતા. તેમને ધર્માતર કરતા અટકાવવામાં તેમનો ઘણો ફાળો હતો. તેથી આપણને મહાત્મા ગાંધી મળ્યા. અગર ફાધર ગાંધી કદાચ મળ્યા હોત.
મુંબઈ વ્યાપાર અર્થે રહેવા છતાં તેમાંથી નિવૃત્ત થઈ એકાંતવાસનું સેવન કરતા. ઈડર જેવા પહાડ પર જ્ઞાન ધ્યાનની આરાધના કરતા. એ પહાડ પર દીપડા, વાઘ જેવા જાનવરો તેમની પાસેથી પસાર થતા, જાણે મૈત્રીની અરસપરસ ભાવનાનો અનુભવ કરતા.
સર્વાત્મમાં સમદષ્ટિ તે એમનો જીવનનો મર્મ હતો.
સંસારમાં રહેવા છતાં મુક્ત થવાની તાલાવેલી કેવી હતી? તેમની જ વાણીમાં. હે નાથ ! સાતમી તમતમા પ્રભા નારકીની વેદના મળી હોત તો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૨૦