________________
સહજતા નહી રહેતી, તેનો ભાવ આત્માને સ્પર્શે પણ નહિ. ત્યાગમાં સહજતા જોઈએ તે તપ નિર્જરાનું કારણ બને.
ધ્યાન વગરનો જીવ છે જ કયાં ? સંસ્કાર વશ આર્ટ-રૌદ્રધ્યાન ચાલુ છે. અશુભ ધારા ચાલુ છે. તેને પ્રથમ પલટીને શુભધારામાં આવવું છે. અને શુભધારાનો સહજતાથી ત્યાગ કરી શુદ્ધતામાં પ્રવેશ કરવો છે. શુદ્ધતામાં પ્રવેશી ધ્યાનથી કર્મક્ષય કરી જીવ મુક્ત થાય છે.
તમે મનથી અશાંત છો અને બારણું બંધ કરવા ઉઠયા. જોરથી બારણા પછાડીને બંધ કર્યા, રોજની આવી ઘણી બાબતો આવેશથી થતી હોય ત્યાં સમ્યક્ આચાર કયાંથી આવે ? એવા સાધકોએ ધ્યાન કરવું હોય ત્યારે ખૂબ પ્રયત્નથી પ્રયાસ કરવો પડે. સહજતા તે સમયે થતી નથી. છતાં સદ્ગુરુના સાન્નિધ્યથી આજ્ઞાંકિતપણે વર્તે તેને માટે ધ્યાન આદિ સહજ બને છે. ધર્મધ્યાન શુકલધ્યાન શાસ્ત્રોક્ત વિધિથી કરીએ તો તેનું પરિણામ આવે.
ધ્યાનના અનેક પ્રકાર છે. ધ્યાન માટેની યોગ્ય વિધિ સદ્ગુરુનું સાન્નિધ્ય તથા એક નિષ્ઠ પ્રયાસ પ્રારંભમાં જરૂરી છે. સાધકની ભૂમિકા પ્રમાણે સમયનું ધારણ રહે છે. ચિત્તનું આત્મગુણમાં એકાગ્ર થવું તે ધ્યાન છે. પ્રારંભમાં એકાગ્રતા માટે અભ્યાસ કરવો પડે.
એક વ્યક્તિને તરતા શીખવું હતું. તે તરણહોજના સ્થળે ગયો. શિક્ષકે સૂચના આપી વ્યક્તિ સમજી કે આતો સહેલું છે. સીધી ડૂબકી મારી ડૂબવા લાગ્યો, શિક્ષકે બહાર કાઢયો. તે વ્યક્તિએ ત્યાં મનમાં નિર્ણય કર્યો કે તરતા આવડે પછી જ તરણ હોજમાં પડવું, તેમ વ્યક્તિ વિચારે કે હજી સમય છે. ધ્યાનની યોગ્યતા આવશે પછી ધ્યાન કરશું તો તે કયારેય બનશે નહિ.
ધ્યાન એ જીવનની અંતરંગ અવસ્થા છે તેનો પ્રારંભ કરતાં પહેલાં જાણી લેવું જોઈએ, તેની યોગ્યતા કેળવવી જોઈએ, કારણકે ધ્યાન એ વાસ્તવિક રીતે આત્મા સાથે જોડાયેલી અવસ્થા છે. તેને માટે ચિત્તની એકાગ્રતા-સમતુલા જરૂરી છે.
સામાન્ય રીતે જીવ સાથે શુભાશુભ ધ્યાનની આર્ટરૌદ્રધ્યાનની પ્રક્રિયા ચાલતી જ હોય છે તે ધારા બદલવી, જન્મોથી સંસ્કારિત થયેલી,
૧૧૨
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો