________________
૯૦. કરમનો કોયડો અલબેલો
જેમ સર્વત્ર પરમ તત્ત્વનો વાસ છે. તેમ કર્મ સત્તાનો પણ સર્વત્ર વાસ છે પ્રગટ કે અપ્રગટ કરેલા કર્મનું પરિણામ સ્થળ કાળની મર્યાદા વગર પોકારે છે.
મહાભારતનું યુદ્ધ સત્તર દિવસે મહાસંહાર કરી પૂરું થયું. કૌરવો હાર્યા, એકસો પૂરા ભાઈઓમાંથી કોઈ ન રહ્યું. પાંડવોની જીત મનાવાઈ. યુદ્ધિષ્ઠિર મહારાજા થયા. રાજ્યાભિષેક થયો. સૂમસામ એવી રાજસભા. અરે સ્વાગત માટે શણગાર સજેલી નારીઓ કયાં હતી ? કોઈએ પુત્ર ગુમાવ્યો, કોઈએ પતિ ગુમાવ્યો હતો. શોક હતો કે આનંદ ? સુરાજ્યનું એક કર્તવ્ય રહ્યું. ઉત્તરાધિકારી હજી અભિમન્યુની પત્નીના ઉદરમાં હતો તેથી તે બચ્યો હતો.
યુદ્ધવિરામની સ્થિતિ સમાપ્ત થતાં શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા, જીતેલા છતાં હારેલા, થાકેલા ફરજ બજાવીને આવ્યા હતા. હિંડોળા ખાટ પર બેઠા હતા. પટરાણી રુકિમણી તેમની સેવામાં હાજર થયા. અને પૂછયું : હે માધવ ! યુદ્ધમાં ભીષ્મ પિતામહ જેવા બ્રહ્મ નિષ્ઠ, જ્ઞાની, ગુરુદ્રોણ જેવા જ્ઞાની. પુણ્યવંતા આત્માઓને કપટથી મારવામાં તમે કેમ અગ્રેસર થયા ? એમની મહાનતાનો મહિમા તમને ન આવ્યો ? અને તમે જ પાપના સાથી બન્યા !
પ્રથમ તો શ્રી કૃષ્ણ શાંત રહ્યા. પણ જ્યારે રુકિમણીએ પુનઃ પૂછ્યું ત્યારે જવાબ આપ્યો કે હે મહારાણી ! એ બંને મહામાનવો હતા, ગુણવાન હતા, પણ તેમનાથી એક કાર્ય એવું બની ગયું કે તેમના કે ગુણ દ્વારા થયેલા પુણ્યો ધોવાઈ ગયા.
જ્ઞાન
હે દેવી ! જયારે નિરાધાર એવી દ્રૌપદીની લાજ ભરસભામાં લૂંટાતી હતી ત્યારે કંઈ પણ કરવાને શક્તિમાન છતાં તેમણે કૌરવોને રોકવા પ્રયત્ન ન કર્યો. ન સભાનો ત્યાગ કર્યો તેમની આ નિર્બળતાના પાપે તેમની બધી જ શ્રેષ્ઠતા ના ગુણને ધોઈ નાંખ્યા. તેનું પાપ તેમને ભોગવવું પડયું.
૧૬૨
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો