________________
પત્નીઓએ જાણ્યું બધી જ મૂચ્છિત થઈ ગઈ. ત્યાં શ્રેણિક રાજાએ આવીને આશ્વાસન આપ્યું. પુનઃ સંસારનો ક્રમ ચાલ્યો. જોકે આઠે પત્નીઓએ પણ દેશ વ્રત ધારણ કર્યું. મેતારજ તો સાધનાની સરવાણી પર તપ તપવા લાગ્યા. માસક્ષમણના પારણે સોનીને ત્યાંથી ગોચરી મેળવી, પણ જવલા ગૂમ થવાથી સોનીને મુનિ પર વહેમ આવ્યો. જવલા પક્ષી ચણી ગયું હતું પણ મુનિ તો દયાસાગર હતા બોલ્યા નહિ.
સોની ખૂબ આવેશમાં આવી ગયો. મેતારજને માથે ચામડાની વાઘેર ભીની કરીને બાંધી. બપોર થતાં તે સૂકાવા માંડી, મુનિની ખોપરી તૂટી, મુનિ તો સમતાની શ્રેણિએ આરૂઢ હતા. ગુણ શ્રેણિએ આરૂઢ થઈ કેવળજ્ઞાન પામી મુક્તિ પામ્યા.
વિરૂપાની અને દેવશ્રીની મૈત્રી અનોખી હતી. બંને સાથે મૃત્યુ પામ્યા. સમાધિ સાથે રચાઈ. અભયકુમાર અને મેતારાજની મૈત્રી અનોખી રહી, સંયમમાર્ગે સાથે પ્રયાણ કર્યું.
૭૫. ગુરુ આજ્ઞા પારતંત્ર્ય નથી
સંતોના પવિત્ર જીવન દ્વારા ચેતના પરના વિકારી ભાવો નાશ થાય છે, ત્યારે સંતોની શક્તિમાં સહજતા પ્રગટ થાય છે. તેને સ્થળ કાળનું બંધન હોતું નથી.
એક વખત એક શિષ્યનું શિક્ષણ યોગક્ષેમવાળું હતું. તે એક ગામમાં મંદિરના પ્રાંગણમાં સ્થિર થયા. નિસ્પૃહ ભાવથી કથા કરે. એકવાર ભિક્ષા લે અને એકાંત ગાળે.
રોજે એકવાર ભિક્ષા લેવા જાય. એકવાર કોઈ બહેનને ત્યાંથી કઢી મળી. સ્વાદિષ્ટ હતી. જીભને ગમી ગઈ પછી રોજનો ક્રમ થયો. કઢી લાવવી સ્વાદ માણવો. હા, પણ તેની પાછળ ગુરુઆજ્ઞાની મર્યાદા હતી. એક જ ઘેરથી વારંવાર ભિક્ષા ન લેવી.
એક દિવસ ભિક્ષા લઈ આવ્યા. સ્વાદથી કઢીનો ઘૂંટડો ભર્યો અને એક અંતર અવાજ સંભળાયો કે સંસાર તરી જનારો વાટકી
૧૩૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો